Mawlawi, who was studying in a madrassa, raped 17-year-old Girl
  • Home
  • Featured
  • મદરેસામાં અભ્યાસ કરાવતા મોલવીએ 17 વર્ષની સગીરાને પીંખી નાખી

મદરેસામાં અભ્યાસ કરાવતા મોલવીએ 17 વર્ષની સગીરાને પીંખી નાખી

 | 11:18 am IST
  • Share

  • 35 વિદ્યાર્થીનીઓને સાથે ચાલતો મદરેસા અચાનક વિવાદમાં આવ્યો

  • સેલવાસ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોતરાયા

     

સેલવાસના બાવીસા ફળિયા ખાતે આવેલ મદરેસામાં અભ્યાસ કરાવતા મોલવી (ટીચર) પર 17 વર્ષની સગીરાએ દુષ્કર્મનો આરોપ લગાવતા સમગ્ર સેલવાસ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાને ધ્યાને લઇ સેલવાસ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે. અંતે મેડિકલ રિપોર્ટ બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

35 વિદ્યાર્થીનીઓને સાથે ચાલતો મદરેસા અચાનક વિવાદમાં

ઉલ્લેખનિય છે કે 23 તારીખે સાંજે સેલવાસના બાવીસા ફળિયામાં 35 વિદ્યાર્થીનીઓને સાથે ચાલતો મદરેસા અચાનક વિવાદમાં આવ્યો હતો. જેમાં મોલવી એટલે કે શિક્ષકે ત્યાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાએ કરી છે. જેમાં તેણીએ તેની માતાને ફોન કર્યો હતો. અને તબિયત ખરાબ છે કહી માતા તેને મળવા પહોચી તો સગીરાએ તેને સમગ્ર ઘટના જણાવી હતી.

પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને મૌલવીની ધરપકડ કરી

જેમાં સગીરાએ માતાને જણાવ્યું હતુ કે મોલવીએ તેની સાથે શું શું કર્યું છે. ત્યારે બાદ તેઓ પોલીસ પાસે પહોચ્યા હતા. જોકે પોલીસે તાત્કાલિક સગીરાને મેડિકલમાં મોકલી મોલવીની અટકાયત કરી લીધી હતી. પરંતુ પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોતી હતી. જેમાં ગતરોજ મોડી સાંજે મેડિકલ રિપોર્ટ આવતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને મોલવીની ધરપકડ કરી છે. અને પોષકો હેઠળ કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી છે.

જો એ સાચા હશે તો હું તેમને તલાક આપી દઈશ

હાલ તો ઘટનામાં મોલવી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજી તરફ વધુ તપાસ માટે એફએસએલમાં પણ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેના પણ રિપોર્ટ મેળવવામાં આવશે. તો બીજી તરફ મદરેસામાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓના પણ જવાબ પોલીસે લેવાની તજવીજ હાથ ધરી છે. તો મોલવીની પત્ની એ તેમના પતિ પર ખોટા આરોપ લાગ્યા છે જો એ સાચા હશે તો હું તેમને તલાક આપી દઈશની વાત કહેતા સેલવાસ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો