Medical items will be cheap, Government can decide soon on reducing GST
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સસ્તી થશે મેડિકલ આઈટમ્સ! GST ઘટાડવાને લઈને સરકાર જલદી લઈ શકે છે નિર્ણય

સસ્તી થશે મેડિકલ આઈટમ્સ! GST ઘટાડવાને લઈને સરકાર જલદી લઈ શકે છે નિર્ણય

 | 10:18 pm IST
  • Share

બની શકે કે આગામી દિવસોમાં તબીબી ઉપકરણો અને જીવન રક્ષક દવા (Life savings drugs)ઓના ભાવ ઘટી જાય. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર જરૂરી તબીબી વસ્તુઓ પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની અનેક રાજ્યોની માંગને ધ્યાનમાં લેવા આગામી કેટલાક અઠવાડિયામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી શકે છે.

પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોએ કહ્યું છે કે ઓક્સિજન કન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને જીવન રક્ષક દવાઓ જેવી આવશ્યક તબીબી ચીજો પરનો કર ઘટાડવા માટે મીટિંગની જરૂર છે. રાજ્યોનું કહેવું છે કે જીએસટી કાયદા હેઠળ કેન્દ્ર સરકાર આ અંગે કારોબારી નિર્ણય પણ લઈ શકે છે. 3 મેના રોજ કેન્દ્ર સરકારે ઘણી આયાતી તબીબી વસ્તુઓ પરના ઈંટીગ્રેટેડ જીએસટીને દૂર કર્યે હતો. તે જ સમયે, ઓક્સિજન કંસેટ્રેટર પર લાગુ કરાયેલ 28 ટકા જીએસટી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે.

એક નવો એજન્ડા તૈયાર કરવામાં આવી રહ્યો છે

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, આ સંદર્ભે ટૂંક સમયમાં એક બેઠક બોલાવવામાં આવશે. જીએસટી કાઉન્સિલ માટે નવો એજન્ડા તૈયાર કરવામાં આવી રહ્યો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી બેઠક મેમાં જ યોજાય તેવી સંભાવના છે. જો કે, તેની તારીખ હજુ નક્કી નથી.

સિસોદિયાએ FMને પત્ર લખ્યો હતો

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને ઓક્સિજન કોન્ટ્રાક્ટરો પર છ મહિનાના સમયગાળા માટે જીએસટી હટાવવાની માંગ કરી છે. સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હીમાં કોરોનામાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, ઓક્સિજન કંસોટ્રેટર જેવા આવશ્યક જીવન રક્ષક મશીન પરનો જીએસટી હટાવવાની જરૂર છે.

ઓક્સિજન કંસોટ્રેટર પર 28 ટકા જીએસટી લાગતો હતો, જેને ગયા અઠવાડિયે ઘટાડીને 12 ટકા કરાયો હતો. 3 મેના રોજ, કેન્દ્ર સરકારે ઘણી આયાતી તબીબી વસ્તુઓની દવાઓ પરના ઈન્ટિગ્રેટેડ જીએસટીને દૂર કર્યા. આમાં ઓક્સિજન કંસોટ્રેટર, તબીબી-ગ્રેડ ઓક્સિન, વેન્ટિલેટર અને રેમડેસિવીર, ટોસીલિઝુમેબ અને ફેવિપીરાવીર સામેલ છે. જોકે, દિલ્હી જેવા કેટલાક રાજ્યો દેશમાં બનાવવામાં આવતી આવશ્યક તબીબી વસ્તુઓ પર ટેક્સની સ્થિતિના સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન