meenakshi shadri shares photo death rumours then and now
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીને પ્રશંસકો આપવા લાગ્યા શ્રદ્ધાંજલિ, હેરાન થઇ એકટ્રેસે કહ્યુ અરે હું તો…

આ અભિનેત્રીને પ્રશંસકો આપવા લાગ્યા શ્રદ્ધાંજલિ, હેરાન થઇ એકટ્રેસે કહ્યુ અરે હું તો…

 | 9:03 am IST
  • Share

બોલિવુડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફિલ્મી દુનિયાની સુપ્રસિદ્ધ કલાકાર છે. પોતાની કારકીર્દીમાં તેણે એક્ટીંગના હુનરથી દબદબો જમાવ્યો હતો. મીનાક્ષી શેષાદ્રી ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર છે. અચાનક તેના નિધનની અફવા ફેલાતા તેના શુભચિંતક ડરી ગયા હતા. જ્યારે અભિનેત્રીને આ વાતની જાણ થઇ ત્યારે તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી પ્રશંસકોને જણાવ્યુ કે તે હેમખેમ છે.

તે યોગ મુદ્રા કરતી તસવીરોમાં દેખાઇ રહી છે. એકટ્રેસે તસવીર શેર કરતા લખ્યુ કે ડાન્સ પોઝ. મીનાક્ષી શેષાદ્રીએ અભિનય છોડ્યાને જમાનો વીતી ગયો છે. અભિનેત્રી તેના જીવનમાં વ્યસ્ત છે અને છેલ્લા ઘણા સમયથી તે ચર્ચાના દોરથી દૂર છે. અભિનેત્રી તેના પતિ અને બાળકો સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે.

 

મીનાક્ષીને જોઈને ચાહકોને આશ્ચર્ય થશે કારણ કે હવે અભિનેત્રી પહેલાની જેવી દેખાતી નથી. 57 વર્ષની ઉંમરે તેણે તંદુરસ્તી જાળવી રાખી છે, તે પ્રશંસાની સાથે સાથે પ્રેરણા દાયક છે. 

1995 માં લગ્ન બાદ મીનાક્ષીએ ફિલ્મોથી પોતાને દૂર કરી લીધી હતી. અભિનેત્રીએ ઇન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કરી લીધાં. મીનાક્ષી શેષાદ્રીએ 1983 માં ફિલ્મ પેઇન્ટર બાબુથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે રાજીવ ગોસ્વામીની સાથે જોવા મળી હતી. પરંતુ તેને વર્ષ 1983 માં જ રિલીઝ થયેલી ફિલ્મ હિરોથી ઓળખ મળી. તે ફિલ્મમાં જેકી શ્રોફ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન