Mega Auction: Pant, Iyer or Ashwin, who will Delhi retain? Ricky Ponting told the plan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પંત, અય્યર, અશ્વિન, કોને રિટેન કરશે દિલ્હી? પોન્ટિંગે જણાવ્યો પ્લાન

પંત, અય્યર, અશ્વિન, કોને રિટેન કરશે દિલ્હી? પોન્ટિંગે જણાવ્યો પ્લાન

 | 6:36 pm IST
  • Share

  • આઈપીએલ 2021ના ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સની સફર ખતમ

  • ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ અને બાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હીને હરાવ્યું

  • 2019માં ક્વોલિફાયર-2, 2020માં ફાઈનલ અને 2021માં ક્વોલિફાયર-2 સુધી પહોંચવામાં દિલ્હીની ટીમે શાનદાર સફર ખેડી

IPL-2021ની તમામ મેચમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા. આઈપીએલ 2021ના ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સની સફર ખતમ થઈ ચૂકી છે, તેની સાથે જ આઈપીએલની ટ્રૉફી જીતવાના સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે આગામી સીઝનમાં દિલ્લીની ટીમ કંઈક અલગ કરવાનું વિચારશે, પરંતુ આ વખતે મેગા ઓક્શન થવાના કારણે સૌથી વધુ ખેલાડીઓ ઓક્શનમાં જશે. દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે મેગા ઓક્શનને લઈને પોતાનો પ્લાન જણાવ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચ પત્યા પછી રિકી પોન્ટિંગે જણાવ્યું હતું કે, હું તો ઈચ્છું છું કે દરેક ખેલાડીને રિટેન કરી લવ. અમારી ટીમમાં શાનદાર ખેલાડીઓ છે, સ્ટાફે પણ છેલ્લાં 2-3 વર્ષમાં સારામાં સારું પ્રદર્શન કર્યું છે. અમે માત્ર આ મેચમાં કંઈક સારું કરી શક્યા નહીં, પરંતુ અમે માત્ર અમુક ખેલાડીઓને જ રિટેન કરી શકીશું.

રિકી પોન્ટિંગનું કહેવું છે કે ઓક્શનમાં તેઓ પુરી કોશિશ કરશે કે આ ગ્રુપના સૌથી વધુમાં વધુ ખેલાડીઓને પાછા ટીમમાં સમાવી સકે. જેથી કોર ગ્રુપને જાળવી શકે, કારણ કે અમારી સફર ઘણી જ શાનદાર રહી છે.

સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે દિલ્હી

અત્રે નોંધનીય છે કે, છેલ્લી ત્રણ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદા પ્રદર્શન કરવામાં આવ્યું છે. 2019માં ક્વોલિફાયર-2, 2020માં ફાઈનલ અને 2021માં ક્વોલિફાયર-2 સુધી પહોંચવામાં દિલ્લીની ટીમે શાનદાર સફર ખેડી છે, જોકે તેઓ ટ્રૉફી સુધી પહોંચવામાં થોડા અસમર્થ નીવડ્યા છે.

આ વખતે પણ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પોઝિશન પર રહી હતી, પરંતુ ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ અને બાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હીને હરાવ્યું. ઋષભ પંતની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમની આ વખતની સફરનો અંત થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સમાં કોઈ એવા ખેલાડી છે, જે ખુબ જ શાનદાર ફોર્મમાં રહ્યા છે અને પોતાની ટીમ માટે સારામાં સારું પ્રદર્શન કર્યું છે. તેમાં ઋષભ પંત, શ્રેયસ અય્યર, આવેશ ખાન, રવિચંદ્રન અશ્વિન, પૃથ્વી શૉ, શિખર ધવન, અક્ષર પટેલ જેવા મોટા નામનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો