Meghmaher in Gujarat: 12 dams high alert in Saurashtra, 20 dams continue to receive water slowly
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતમાં મેઘમહેર: સૌરાષ્ટ્રના 12 ડેમ હાઈએલર્ટ, 20 ડેમમાં ધીમીધારે પાણીની આવક ચાલું, કયાં જિલ્લામાં કેટલા ટકા પાણી?

ગુજરાતમાં મેઘમહેર: સૌરાષ્ટ્રના 12 ડેમ હાઈએલર્ટ, 20 ડેમમાં ધીમીધારે પાણીની આવક ચાલું, કયાં જિલ્લામાં કેટલા ટકા પાણી?

 | 11:11 am IST
  • Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર દિવસથી પડતા અવિરત વરસાદના પગલે 20 ડેમમાં પાણીની આવક બીજા દિવસે પણ ચાલુ રહી છે આજે ડેમમાં 1 ફૂટ પાણી આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે જયારે એક ડઝનથી વધુ ડેમ 70થી100 ટકા ભરાઈ જતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા ભાદર, આજી-1, ન્યારી સહિતના ડેમમાં બીજા દિવસે પણ ધીમીધારે પાણીની આવક ચાલુ રહી છે. ભાદરમાં છેલ્લા 24 કલાકમાં 0.59 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 18.60 થઈ ગઈ છે હજુ ડેમ 50 ટકા ખાલી છે જયારે આજી-1માં 0.46 ફૂટ પાણી આવતા સપાટી 16.30 થઈ ગઈ છે ન્યારી-2માં 0.33 ફૂટ પાણી આવ્યું છે આથી ડેમની સપાટી ૨૦.૭૦ ફૂટે પહોચી છે.

આ ઉપરાંત મોજમાં 0.69, આજી-3માં 0.75, ડોંડીમાં 1.31, છાપરવાડી-2માં 1.31,મચ્છુ-1માં 0.10, મચ્છુ-2માં 1.31, ડેમી-2માં 0.16, બંગાવડીમાં 0.66, બ્રાહ્મણીમાં 0.39, ફોફળ-2માં 0.16, આજી-4માં0.66, ઉંડ-1માં 0.79, વર્તુ-2માં 0.49, ભોગાવો-2માં 0.39, ફલકુમાં 0.16, વાંસલમાં ૦.૧૬ ફૂટ નવું પાણી આવ્યું છે.

ભારે વરસાદના કારણે કાબરકા, વર્તુ-1,વેણું-2, આજી-2, વેરી, છાપરવાડી-1, ઘોડાધ્રોઈ, મચ્છુ-3, ફુલઝર-1, વાડીસંગ, ફુલઝર(કો.બા.) ડેમ 70થી 100 ટકા ભરાઈ જતા આ તમામ ડેમને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

કયાં જિલ્લામાં કેટલા ટકા પાણી

જિલ્લો                   ટકાવારી
રાજકોટ                 ૩૩.૮૩ %
મોરબી                  ૩૫.૩૩ %
જામનગર             ૩૧.૮૯ %
દ્વારકા                   ૧૨.૫૭ %
સુરેન્દ્રનગર          ૧૭.૨૪ %
પોરબંદર             ૩૮.૦૫ %
અમરેલી                ૦.૩૨ %

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન