Mehsana Farmers Daughter Drashti Won Silver Medal in National Junior Athletics
  • Home
  • Gujarat
  • મહેસાણાની ખેડૂતની પુત્રીએ ગુજરાતનું નામ રોશન કર્યું, નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

મહેસાણાની ખેડૂતની પુત્રીએ ગુજરાતનું નામ રોશન કર્યું, નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

 | 5:14 pm IST
  • Share

હાલમાં જ સંપન્ન થયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાતની 6 દીકરીઓએ ભાગ લીધો હતો. તેવામાં ગુજરાતમાં હવે દીકરીઓ પણ રમતગમતમાં ખુબ જ આગળ નીકળી ચૂકી છે. હાલમાં જ નવસારીની દીકરી દ્રષ્ટિએ મોસ્ટ ફોરવર્ડ વોક કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અને આ વચ્ચે વધુ એક ગુજરાતની દીકરી એથ્લેટિક્સમાં સ્પોર્ટ્સ લેવલે ચમકી છે. મહેસાણાના હરદેશણની દોડવીર દ્રષ્ટિ ચૌધરી જુનિયર એથ્લેટીક્સમાં ચમકી છે. તેણે નેશનલ જુનિયર એથ્લેટીક્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
પંજાબમાં યોજાયેલ 5000 મીટર દોડ સ્પર્ધામાં દ્રષ્ટિએ દેશમાં બીજું સ્થાન મેળવ્યું હતું. અંડર 20 એથ્લેટિક્સમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું જ નહીં પણ ગુજરાતનું નામ પણ દેશભરમાં રોશન કર્યું છે.

મહેસાણા નજીકના હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરી દ્રષ્ટિએ નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દ્રષ્ટિએ 5000 મીટર દોડમાં પંજાબના સંગુર ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં દેશમાં બીજો નંબર હાંસલ કર્યો છે. અને દ્રષ્ટિની આ સિદ્ધિથી હરદેસણ ગામ જ નહીં સમગ્ર મહેસાણા જિલ્લો અને ગુજરાત તેના પર ગર્વ કરી રહ્યું છે.

અંડર 20 ફેડરેશન કપ સગુર પંજાબમાં આયોજિત આ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર દ્રષ્ટિએ ભાગ લીધો હતો. જ્યારે આંધ્રપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, પુના, ગોવા સહિત અન્ય રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મહેસાણા સહિત ગુજરાતના ગર્વ સમાન દ્રષ્ટિએ અગાઉ અન્ય અનેક સ્પર્ધાઓમાં પણ સિદ્ધિ મેળવી છે. જેમાં ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા ફીટ ઇન્ડિયામાં 2 સિલ્વર મેડલ, 3 કિમી અને 1500 મીટર દોડમાં મેળવ્યા હતા. તેમજ વિજયવાડા જુનિયર નેશનલમાં નેશનલ કક્ષામાં 3 કિમી દોડમાં સિલ્વર મેડલ અને ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

મહેસાણાની દોડવીર દ્રષ્ટિ ચૌધરીને નાનપણથી જ રમત ગમત પ્રત્યે ખૂબ શોખ હતો. બાળપણમાં જ તેના પિતાએ દીકરીનું હુન્નર પારખી લીધું હતું. જેથી તેને તમામ પ્રકારનો સહયોગ આપવાનું શરૂ કરી દીધું હતું. સવારે દીકરીને વહેલી ઉઠાડી તેની સાથે તેના પિતા પણ દોડ લગાવતા હતા. તેમજ દ્રષ્ટિને પ્રાથમિક શાળાના સમયે વ્યાયામ શિક્ષકો તેમજ કોલેજના અભ્યાસ દરમિયાન કોચનો ખુબ સહયોગ મળ્યો છે. જેથી દ્રષ્ટિ પોતાના લક્ષ્ય તરફ વળગી રહી અને આગળ વધતી રહી. તેના પિતા અને દ્રષ્ટિનું એક સપનું છે કે તે દેશવતી ઓલમ્પિક ગેમ્સમાં હિસ્સો લે અને દેશનું નામ રોશન કરે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો