Mehsana In Nitin Patel targeted a parachute parachute
  • Home
  • Featured
  • નીતિન પટેલે પક્ષપલટુ પેરાશૂટો પર નિશાન સાધ્યું: મંથરા જેવા લોકોના કારણે રામને પણ વનવાસ જવું પડયું હતું

નીતિન પટેલે પક્ષપલટુ પેરાશૂટો પર નિશાન સાધ્યું: મંથરા જેવા લોકોના કારણે રામને પણ વનવાસ જવું પડયું હતું

 | 6:55 am IST
  • Share

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે જણાવ્યું હતું કે, પક્ષમાં મોટો ભોગ આપીને કામ કરતા કાર્યકરોને પક્ષના સુવર્ણકાળમાં વધુ મહત્ત્વ આપવું જોઈએ, બીજા પક્ષમાંથી લોકો ભલે આવે પરંતુ પક્ષ માટે જેમણે કામ કર્યું હોય તેવા લોકોને બાકાત કરીને નવા આવનારા તકસાધુ લોકોને સ્થાન મળે તે કાર્યકરો માટે દુઃખદાયક હોય છે, સહકારી સંસ્થાઓ, બોર્ડ નિગમોમાં કાર્યકરોને સ્થાન મળવું જોઈએ, તેમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની સાધારણ સભા બાદ પત્રકારોને જણાવ્યું હતું.

મહેસાણામાં કાર્યકરોને સંબોધતાં તેમણે રામાયણનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, રામાયણ જેવા સતયુગ વખતે પણ મંથરા હતી, દરેક જગ્યાએ આવી મંથરાઓ હોય છે પણ આપણે આવી મંથરાઓને નજરઅંદાજ કરી વિભીષણ જેવા પાત્રો ઊભા કરવા પડશે. કાર્યકરોને આશ્વાસન આપતાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં તમારી જેમ ૯૯.૯૯ ટકા લોકો દુઃખી થયા છે પણ ૦.૧ ટકા લોકો એવા પણ છે કે, આ ઘટનાક્રમથી ખુશ થયા હશે.

આવા મંથરા જેવા લોકોના કારણે ભગવાન રામને પણ વનવાસ જવું પડયું હતું. એક પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું આવા ૦.૧ ટકા મંથરા જેવા લોકોનું નામ દઈ તેમને મોટા કરવા નથી માગતો, ૯૯.૯૯ ટકા લોકો મારી સાથે છે તેમને મોટા કરવાનું કામ કરીશ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો