Mehsana Kheralu Angadiya pedhi Robbery case Solved
  • Home
  • Gujarat
  • ખેરાલું આંગડિયા પેઢીના કર્મચારીને 3 વર્ષમાં 2 વખત એક જ ટોળકીએ લૂંટી લીધો

ખેરાલું આંગડિયા પેઢીના કર્મચારીને 3 વર્ષમાં 2 વખત એક જ ટોળકીએ લૂંટી લીધો

 | 11:00 pm IST
  • Share

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ગત 6 તારીખે આંગડિયા પેઢી વધાવી બહાર નીકળતા આંગડિયા કર્મીને બાઈક પર આવેલ બે લૂંટારુઓએ લૂંટી લીધો હતો. જેનો ભેદ મહેસાણા પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

ગત તારીખ 6 ના રોજ બપોરના સમયે ખેરાલુંની પટેલ વસંતભાઈ અંબાલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટવાની ઘટના સામે આવી હતી. આંગડિયા પેઢીનો કર્મચારી અમૃતભાઈ નારણભાઈ પટેલ પોતાની આગડીયા પેઢીનું શટર બંધ કરી કપડાંની થેલીમાં રોકડ રૂપિયા 7,34,340 તથા હીરા પેકેટ કિંમત રૂપિયા 5,000 લઈને જતા હતા. તે દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવી રૂપિયા તેમજ હીરાભરેલ થેલી ઝુંટવી અને ભાગ્યો હતો અને અન્ય એક બાઈક પર સવાર લૂંટારું તેને લિફ્ટ આપી બન્ને આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હતા. ત્યારે આ બાબતે આંગડિયા કર્મચારીએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં રૂ. 7,34,340 તેમજ 5000ની કિંમતના હીરાની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સીસીટીવી કેમેરાની તેમજ નાકાબંધી કરી તુરંત જ તપાસ હાથ ધરી હતી અને સતત પગેરું મેળવવા પ્રયાસ શરૂ કરી દીધા હતા. ત્યારે પોલીસને બાતમીના આધારે ઊંઝા તાલુકાના દાસજ બસ સ્ટેન્ડ પાસે મુદ્દામાલને સગેવગે કરવાની ફિરાકમાં હોવાની જાણ થતાં પોલીસે ઓચિંતી રેડ કરી ગુનામાં વપરાયેલ વાહન સહિત પોલીસે 4,54,000 લૂંટની રકમ અને હીરા કબજે કરી 6 આરોપીને દબોચી લીધા હતા તેમજ અન્ય બે આરોપી ઓ હજુ ફરાર છે.

આજ પેઢીમાં અને આજ કર્મચારી 2018ની સાલમાં પણ લૂંટાયો હતો. જેની પણ તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરતા 2018માં પણ આજ ટોળકીએ લૂંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે મહેસાણા પોલીસે હજુ આ આરોપીઓની વધુ અન્ય કોઈ લૂંટમાં આ ટોળકી સક્રિય થઈ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ? તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન પણ કર્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો