Melbourne Kumuthini and Kandasamy Kannan Jailed for 8 Years over Slavery Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 8 વર્ષ સુધી ભારતીય મહિલાને ગુલામ રાખતાં ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટે ફટકારી આકરી સજા, જાણો કેવો અત્યાચાર થતો

8 વર્ષ સુધી ભારતીય મહિલાને ગુલામ રાખતાં ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટે ફટકારી આકરી સજા, જાણો કેવો અત્યાચાર થતો

 | 2:49 pm IST
  • Share

આઠ વર્ષ સુધી કામુથિની કાનન અને તેનો પતિ કાન્ડાસામી સ્થાનિક કોમ્યુનિટીમાં એક ઈજ્જતદાર વ્યક્તિ તરીકેનું જીવન પસાર કરી રહ્યા હતા. પણ તેમની નકાબ પાછળની કહાનીનો ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો કે જ્યારે એક મહિલા તેના જ પેશાબમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. અને તે લગભગ મોતની એકદમ નજીક હતી. આ કહાનીએ મેલબોર્ન જેવા શહેરના હાઈ ક્લાસ પરિવારના ઘરની દિવાલ પાછળનો ખુબ જ ભયાનક ચહેરો સામે લાવી હતી.

જુલાઈ 2015માં મહિલાની દુર્દશા ત્યારે સામે આવી જ્યારે તેને બંદી બનાવનાર કામુથિની કાનને તેમને બાથરૂમમાં તેને ખરાબ સ્થિતિમાં જોઈ હતી. જે બાદ તેણે તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. દાદીમાની ઉંમરની આ મહિલાનું વજન ફક્ત 40 કિલો રહી ગયું હતું. અને તેનું તાપમાન ઘટીને 28.5 સેલ્સિયસ પર આવી ગયું હતું. મોતની એકદમ નજીક. ડોક્ટરે તેની તપાસ કરી તો તેને ડાયાબિટીસ અને સેપ્ટીસેમિયાની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.

જે બાદ પતિ અને પત્ની સામે ગુલામીના આરોપનો કેસ નોંધાયો હતો. જો કે બંને જણાએ વિક્ટોરિયાની સુપ્રીમ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. પણ જજોની જ્યુરીએ બંનેને મહિલાને 2007થી 2015 દરમિયાન ગુલામ રાખવાના આરોપી જાહેર કર્યા હતા.

મહિલા 30 દિવસના ટુરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવી હતી. અને બાદમાં તેને ખાવાનું બનાવવામાં, સફાઈ અને દંપતીના બાળકની દેખરેખ રાખવા માટે દબાણ કરાતું હતું. અને આ માટે તેને ફક્ત 3.39 ડોલર પ્રતિ દિવસે એટલે કે 189 રૂપિયા અપાતા હતા.

કોર્ટને જણાવાયું કે મહિલા ચા અને છૂંદેલો ખોરાક ખાવા મજબૂર હતી. તે એક કેદીની જેમ હતી. દંપતી દ્વારા હથકડીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. અને આઠ વર્ષ સુધી મહિલાને આઝાદ કરવામાં આવી ન હતી. દાદીમાની ઉંમરની મહિલાએ કોર્ટમાં કહ્યું કે, તેની સાથે ભયાનક દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. 60 વર્ષની મહિલાએ કહ્યું કે, તેને માર મારવામાં આવતો, ગરમ પ્રવાહી તેના પર ફેંકવામાં આવતું અને ચપ્પા વડે પણ તેને ચીરો પાડવામાં આવ્યો હતો. અને આ તમામ અત્યાચાર કામુથિની કાનને કર્યો હતો.

આગળ મહિલાએ કહ્યું કે, તે ફ્રોઝન ચીકન લેતી અને તેને મારા માથા પર મારતી. તેમજ જ્યારે કાનન નાખૂશ થતી ત્યારે ચા પણ ફેંકતી હતી. અને ગરમ પાણી પણ પગ ઉપર નાખતી હતી. તે ચા પીતી અને પછી સીધી મારા મોઢા પર ફેંકતી. અને જ્યારે પાણી ઉકળવા લાગતું ત્યારે તેને મારા પગ પર રેડી દેતી હતી. અને કોર્ટમાં મહિલાએ કહ્યું કે, તે દિવસના 23 કલાક કામ કરતી હતી અને તેને આરામ પણ આપવામાં આવતો ન હતો.

જો કે દંપતીના વકીલે આ તમામ વાતોને મનઘંડત ગણાવી હતી. અને કહ્યું હતું કે, મહિલા દંપતીના પરિવાર જેવી હતી. અને કાનન તેમજ મહિલા બંને વચ્ચે માતા અને પુત્ર જેવો સંબંધ હતો. અને મહિલાની માનસિક સ્થિતિ પણ બરાબર નથી. પણ જજે કહ્યું કે, શું તે મોતની નજીક ન હતી? તે ખુબ જ ખરાબ સ્થિતિમાં હતી તેવું જજે કહ્યું હતું.

વિક્ટોરિયાની સુપ્રીમ કોર્ટે દંપતીને મહિલાને ગુલામ બનાવી રાખવા માટે આઠ વર્ષની સજા સંભળાવી છે. અને કહ્યું છે કે, આ માનવતાની સામે અપરાધ હતો. 53 વર્ષીય કામુથિની કાનને આઠ વર્ષ જેલ અને તે ચાર વર્ષ બાદ પેરોલ માટે આવેદન કરી શકશે. જ્યારે 57 વર્ષીય કાંડાસામીને 6 વર્ષની જેલ અને 3 વર્ષ બાદ તેને પેરોલ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન