Meteorological department forecasts heavy rains for next 3 days, 9 NDRF teams
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે ખાસ ચેતજો, હવામાન વિભાગે જાહેર કરી આગામી 3 દિવસની ભારે વરસાદની આગાહી, NDRFની 9 ટીમો ખડેપગે

હવે ખાસ ચેતજો, હવામાન વિભાગે જાહેર કરી આગામી 3 દિવસની ભારે વરસાદની આગાહી, NDRFની 9 ટીમો ખડેપગે

 | 11:49 am IST
  • Share

મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદે જાહેર જીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળશે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બુધવારે સમીસાંજે અમદાવાદમાં ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી થતા તંત્ર સજ્જ થઈ ગયું છે. 1 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું છે. જેના કારણે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને NDRFની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને જોતા એનડીઆરએફની 9 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એક્શનમાં છે. વરસાદની આગાહીને પગલે NDRFની 9 જેટલી ટીમો રાજ્યના અલગ અલગ ભાગોમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. NDRFની 3 ટીમોને દક્ષિણ ગુજરાત, 5 ટીમોને સૌરાષ્ટ્રમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીના ભાગરૂપે ગાંધીનગર સ્ટેંડ બાય રાખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના માછીમારોએ અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. જો કે રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

બુધવારે સાંજે અમદાવાદમાં ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારબાદ કચ્છમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, આદિપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હત. અત્યાર સુધી કચ્છ જિલ્લામાં સિઝનનો 89 ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.

આ પણ જુઓ વીડિયો: પિચકારી મારનાર યુવકને મારમારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન