Meteorological Department forecasts rain in South Gujarat, Saurashtra-Kutch for five days from today.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ચિંતા વધી, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ચિંતા વધી, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી

 | 2:25 pm IST
  • Share

હવામાન વિભાગે (IMD Rain Forecast) વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. રાજ્યમાં હવે અતિવૃષ્ટિનો સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. અતિવૃષ્ટિના નુકસાન બાદ કમોસમી વરસાદની અગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે અગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે.

રાજ્યમાં એક સાયકલોનીક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં (Wellmark Low Pressure) સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પણ સિંગન નંબર 3 લગાવાયું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકાર જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે.જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે.અને આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.

છેલ્લા બે દિવસથી તેલંગાણા (Telangana) અને આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ને વરસાદ ઘમરોળી રહ્યો છે. બન્ને રાજ્યોમાં ભારે ખુવારી થઈ છે. હવે મુંબઈ થઈને મેઘરાજાએ ફરીથી ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. ગુજરાત (Gujarat)માં છેલ્લા થોડા સમયથી વરસાદ (Rain) ન આવતા, ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી (Forecast)એ પાછા ખેડૂતો (Farmers)ની ચિંતામાં વધારો કર્યો છે.

હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે, જેથી રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ખેડૂતો પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાકી ને રાખે જેથી નુકશાન ન થાય અને માછીમારી કરતા સાગરખેડુઓને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં ફરીથી વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, આજથી (શુક્રવાર)થી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.16મી ઓક્ટોબરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવ અને કચ્છમાં હળવો વરસાદ પડશે.

17મીએ પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે, જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 18મીએ સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

19મીએ ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે, જ્યારે 20મીએ આણંદ, ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ થંડરસ્ટોમની સ્થિતિ રહેશે. દરમિયાન પ્રતિ કલાકે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ડાંગ-સાપુતારામાં ઝરમર વરસાદ

ગુરુવારે ડાંગ, સાપુતારા અને સુરતના માંગરોળમાં ઝરમર વરસાદ પડયો હતો. ડાંગમાં 2 મી.મી, સાપુતારામાં 7 મી.મી અને સુરતના માંગરોળમાં 3 મી.મી વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન