mice raining from sky as biblical plague sweeps australia
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉંદરના વરસાદનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો, આકાશમાંથી ટપોટપ પડી રહ્યાં છે ઉંદરો

ઉંદરના વરસાદનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો, આકાશમાંથી ટપોટપ પડી રહ્યાં છે ઉંદરો

 | 8:29 pm IST
  • Share

ઓસ્ટ્રેલિયાથી ઉંદરના વરસાદના એક વીડિયોથી સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ખેતરમાં અનાજ રાખવાનું ગોદામ સાફ કરવામાં આવી રહ્યું છે. આ ગોદામના પંપમાંથી મરેલા અને જીવતા ઉંદરો બહાર આવી રહ્યા છે. ઉંદરના વરસાદનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર થઈ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો જોઈને ડરી ગયા છે.

તાજેતરના સમયમાં ઇઝરાઇલમાં પ્લેગના અનેક કિસ્સા સામે આવ્યા છે. ટ્વિટર પર ઉંદરના વરસાદનો વીડિયો એક પત્રકારે શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનાજની સાથે ગોદામ અંદરથી મોટી સંખ્યામાં ઉંદરો પડી રહ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ કે ફ્લોર પર ઉંદરનો ઢગલો થઈ ગયો. આ સમય દરમિયાન ઘણા ઉંદરો ભાગી છૂટવામાં સફળ થયા હતા પરંતુ જેઓ બચી ગયા હતા તેઓ મૃત ઉંદરની લાશ નીચે દબાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન