microsoft to pull the plug on linkedin in china know why details here
  • Home
  • Business
  • માઈક્રોસોફ્ટે કરી નવી જાહેરાત, ચીનમાં હવે આ પ્લેટફોર્મ થશે બંધ

માઈક્રોસોફ્ટે કરી નવી જાહેરાત, ચીનમાં હવે આ પ્લેટફોર્મ થશે બંધ

 | 5:55 pm IST
  • Share

  • માઈક્રોસોફ્ટે કરી મોટી જાહેરાત

  • ચીનમાં LinkedInના લોકલ વર્ઝનને કરશે બંધ

  • 2014માં LinkedInને ચીનમાં કરાયું હતું લોન્ચ

માઈક્રોસોફ્ટે ગુરુવારે જાહેરાત કરી કે તે હવે ચીનમાં પોતાની સોશ્યલ નેટવર્કિંગ એપ LinkedInના લોકલ વર્ઝનને બંધ કરવા જઈ રહી છે. લિંક્ડઈન અમેરિકાથી સંચાલિત થનારી પ્રમુખ સોશ્યલ નેટવર્ક પ્લેટફોર્મ છે. જે હાલમાં પણ ચીનમાં ચાલી રહ્યું છે.

2014માં LinkedInને ચીનમાં કરાયું હતું લોન્ચ

લિંક્ડઈનને 2014માં ચીનમાં લોન્ચ કરાયું હતું. જો કે તેને ઘણા લિમિટેડ ફીચર્સની સાથે લોન્ચ કરાયું હતું. અન્ય શબ્દોમાં કહીએ તો ચીનને માટે ખાસ રીતે એક નવું વર્ઝન બનાવીને લોન્ચ કરાયું હતું જેથી ચીનમાં વિદેશી કંપનીને માટે ઈન્ટરનેટના જે મોટા નિયમો બનાવ્યા છે તેનું પાલન કરી શકાય.

જાણો કંપનીએ શું કહ્યું?

કંપનીએ કહ્યું કે ચીનમાં કામને લઈને ચેલેન્જની પરિસ્થિતિ અને કડક નિયમોના પાલનની શરતોના આધારે લિંક્ડઈનને બંધ કરવામાં આવી રહ્યું છે. માઈક્રોસોફ્ટે એમ પણ કહ્યું કે તે તેની જગ્યા ચીનમાં જોબ સર્ચની એક વેબસાઈટ લોન્ચ કરશે જેમાં LinkedInનું સોશ્યલ નેટવર્કનું ફીચર નહીં હોય. ચીને ગૂગલને પણ બૅન કરી રાખ્યું છે અને તેની જગ્યાએ પોતે એક સોશ્યલ મીડિયા સંસાર વિકસિત કર્યું છે.

ચીનમાં આ પ્લેટફોર્મનો કરાય છે ઉપયોગ

ચીનમાં વોટ્સએપને બદલે wechat, ફેસબુક- ટ્વિટરના બદલે Sina Weibo, ગૂગલના બદલે Baidu Tieba, મેસેન્જરને બદલે Tencent QQ અને યૂટ્યૂબના બદલે Youku Toudo અને Tencent Video જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો