modi government in concern due to increase in corona cases across the world said this by writing a letter to 13 states
  • Home
  • Corona
  • કોરોનાએ વધારી PM મોદીની ચિંતા, 13 રાજ્યોને પત્ર લખીને અપાયું એલર્ટ

કોરોનાએ વધારી PM મોદીની ચિંતા, 13 રાજ્યોને પત્ર લખીને અપાયું એલર્ટ

 | 9:17 am IST
  • Share

  • કોરોનાના કેસની સંખ્યામાં થયો વધારો

  • કેસ વધતાં મોદી સરકારની વધી ચિંતા

  • 13 રાજ્યોને પત્ર લખીને આપ્યું એલર્ટ

અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પ.બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાપ્તાહિક તપાસમાં ઘટાડો થવાની સાથે કેટલાક જિલ્લામાં સંક્રમણ દરમાં વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, જમ્મૂ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, પ.બંગાળ અને લદ્દાખને લખાયેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે લગ્નની સીઝન, તહેવાર અને રજાના કારણે હાલમાં યાત્રામાં વધારોના કારણે કોરોના ટેસ્ટ વધારવા પર ભાર આપવા કહ્યું છે.

 


શું કહેવાયું છે પત્રમાં

ભૂષણે પત્રમાં કહ્યું કે તપાસમાં ઘટાડો થવાના કારણે સમુદાયમાં ફેલાયેલી વાસ્તવિક સંક્રમણનો દર જાણી શકાશે નહીં. અધિકારીએ કહ્યું કે કેટલાક રાજ્યોમાં શિયાળાની શરૂઆત અને વધતા પ્રદૂષણના કારણે લોકોમાં શ્વાસ સંબંધી ગંભીર લક્ષણોની તપાસ થવી જરૂરી છે. સંક્રમણના મોટા ક્ષેત્રની ઓળખ માટે સમયસર પગલા લેવા જરૂરી છે. પૂરતી તપાસ નહીં થવાના કારણે કોઈ પણ ક્ષેત્રમાં ફેલાયેલા સંક્રમણના વાસ્તવિક સ્તરની જાણકારી મેળવવી મુશ્કેલ છે. આ સાથે અહીં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વેક્સીનેશન બાદ પણ ચોથી અને પાંચમી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Abs 2019-nCoV RNA virus – 3d rendered image on black background.
Viral Infection concept. MERS-CoV, SARS-CoV, ТОРС, 2019-nCoV, Wuhan Coronavirus.
Hologram SEM view.

સ્થિતિને કાબૂમાં લેવા માટે કહ્યું…
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે અત્યાર સુધી મળેલી સફળતાને બનાવી રાખવા અને દેશમાં કોરોનાને વધતો અટકાવવા માટે તમામ પ્રયાસો લાગૂ કરાશે. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન સલાહ આપવામાં આવી છે. દરેક પત્રમાં રાજ્યને કયા ખાસ જિલ્લામાં તપાસ વધારવી અને સાથે સંક્રમણ દર કેટલો છે તે પણ જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો