Modi Government Planning To Making Clinical Research Collaborative Network
  • Home
  • Corona live
  • કોરોનાની કમર તોડવા ભારતે ભર્યું મોટું પગલું, મોદી સરકારે ઘડી કાઢ્યો પ્લાન

કોરોનાની કમર તોડવા ભારતે ભર્યું મોટું પગલું, મોદી સરકારે ઘડી કાઢ્યો પ્લાન

 | 5:08 pm IST

ભારત કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. હવે સમાચાર છે કે સરકાર કોરોના સામે લડવા માટે કોવિડ-19 ક્લિનિકલ રિસર્ચ નેટવર્ક બનાવશે જેથી આ મહામારીને લઇ સમજ વધારી શકાય. ભારતનાં આ નિર્ણયને કોરોના મહામારી રોકવા માટે દવાઓ વિકસિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

નેશનલ ટાસ્ક ફોર્સનાં ટેક્નિકલ એક્સપર્ટે ભલામણ કરી

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ફેલાવાથી રોકવાનાં સંબંધમાં કરવામાં આવી રહેલા પ્રયત્નોની સમીક્ષા કરનારા નેશનલ ટાસ્ક ફોર્સનાં ટેક્નિકલ એક્સપર્ટે આની ભલામણ કરી છે. રિસર્ચ કોલેબોરેટિવ નેટવર્ક ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)નાં સહયોગથી કામ કરશે.

શું છે ઉદ્દેશ?

ICMRએ એક નિવેદનમાં કહ્યું કે, “આ નેટવર્કને બનાવવાનો ઉદ્દેશ સ્પેસિફિક ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલને વિકસિત કરવાનો છે. આ માટે એક કેન્દ્રિયકૃત ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે, જે ક્લિનિકલ અને લેબોરેટરી પેરામીટર્સ પર હશે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે જે હૉસ્પિટલો કોરોનાનાં દર્દીઓની સારવાર કરી રહી છે તેમને આ નેટવર્કનાં પાર્ટનર બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

5 ટકા દર્દીઓને ઑક્સિજન અથવા વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાત 

ICMRનાં એક સિનિયર સાયન્ટિસ્ટ જણાવે છે કે, “આ મુખ્ય રીતે હૉસ્પિટલ સ્તર પર ડેટાનો ઉપયોગ કરવાનું માધ્યમ છે. આમાં એ તમામને સામેલ કરવામાં આવ્યા છે જે લક્ષણોનાં આધાર પર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.” વર્તમાન આંકડા જણાવે છે કે કોરોનાનાં 80 પોઝિટિવ કેસમાં લક્ષણ માઇલ્ડ એટલે કે ઘણા સાધારણ હતા. તો 15 ટકા ગંભીર લક્ષણવાળા દર્દીઓમાં શ્વાસની મુશ્કેલી હતી. જ્યારે 5 ટકા દર્દીઓને ઑક્સિજન અથવા વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાત પડી.

આ વિડીયો પણ જુઓ: સુરતના ભેસ્તાનમાં નર્સની પોલીસ કમિશનરને રજૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન