Mohammed Siraj May Get Change in Playing XI in WTC Final
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • WTC ફાઈનલમાં મોહમ્મદ સિરાઝને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે છે મોકો, આ દિગ્ગજને આરામ અપાશે!

WTC ફાઈનલમાં મોહમ્મદ સિરાઝને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે છે મોકો, આ દિગ્ગજને આરામ અપાશે!

 | 2:53 pm IST
  • Share

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચને આડે હવે થોડા દિવસો બાકી છે. ન્યૂઝીલેન્ડની સામે આ મહામુકાબલા માટે ભારતીય ખેલાડીઓએ સાઉથેમ્પટનમાં પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. કોરોના પ્રોટોકોલને કારણે ભારતીય ટીમ 3-4ના ગ્રૃપમાં અભ્યાસ કરવાની મંજૂરી છે. શુક્રવારે જ્યારે એકસાથે ટીમ અભ્યાસ માટે ઉતરશે તો તે ફાસ્ટ બોલર્સ માટે એક ઓડિશન હશે.

અભ્યાસ સત્ર દરમિયાન સૌ કોઈની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે. કેમ કે ટીમ મેનેજમેન્ટ સિરાઝને ફાઈનલ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા ઉત્સુક છે. જો સિરાજ અભ્યાસ દરમિયાન પોતાની ફિટનેસ સાબિત કરવામાં સફળ રહે છે તો ફાઈનલ મુકાબલામાં રમાડી શકાય છે.

રિપોર્ટ્સ અનુસાર મોહમ્મદ સિરાજને ઈશાંત શર્માના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે. પણ આ એક કઠોર નિર્ણય હોઈ શકે છે. ઓગસ્ટ 2019ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન આ પહેલીવાર છે કે ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ તમામ સિલેક્શન માટે ઉપલબ્ધ છે. જો કે વિદેશમાં ભારતની સફળતા માટે આ ત્રણેય બોલર્સનું મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે.

ઈશાંત શર્માની વધતી ઉંમરને લઈને ટીમ મેનેજમેન્ટ સાવધાન છે. આ ઉપરાંત ઈશાંતના બહાર થવાનું બીજું કારણ રવિન્દ્ર જાડેજાનું ફિટ થવું પણ છે. જાડેજાએ છેલ્લા બે વર્ષોમાં બોલની સાથે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન