mohan is a dangerous man of india know the full story
  • Home
  • Featured
  • ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 મહિલાઓ સાથે ‘સુહાગરાત’ મનાવીને પતાવી દીધી

ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 મહિલાઓ સાથે ‘સુહાગરાત’ મનાવીને પતાવી દીધી

 | 11:37 am IST

તમે એકથી એક ચઢિયાતા ખુંખાર સિરિયલ કિલર વિશે સાંભળ્યું હશે, પરંતુ અહીં જે કિલરની વાત કરવામાં આવી રહી છે, તેનો ખુન કરવાનો રસ્તો જ કંઈક અલગ હતો. આ શખ્સને સાઈનાઈડ કિલર કે પછી સાઈનાઈડ મોહનના નામે ઓળખવામાં આવતો હતો. એને ભારતનો સૌથી ખુંખાર કિલર કહીએ તો ખોટું ન પડે એવા કાંડ એના નામે છે.

વાત 2009ની છે. કર્ણાટકમાં રહેતી અનિતા નામની એક છોકરીને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. અનિતા ઘર છોડીને છોકરા પાસે જતી રહી. કારણ કે છોકરાએ આગલા દિવસે મંદિરમાં લગ્ન કરવાનો વાદો કર્યો હતો, જેથી તે એક દિવસ તે ત્યાં હોટેલમાં રોકાઈ ગઈ, કે જેને છોકરાએ પહેલાથી બુક કરી રાખી હતી. પછી રાત્રે બન્નેએ શારીરિક સંબંધ બાંધ્યા. બીજે દિવસે દુલ્હનના વેશમાં અનિતા બસ સ્ટેન્ડ પહોંચી, ત્યાં પેલો છોકરો તેની પહેલાથી જ રાહ જોતો હતો.

ત્યારબાદ બસ સ્ટેન્ડમાં છોકરાએ કહ્યું કે, આ ગર્ભનિરોધક ગોળી છે એને ટોયલેટમાં જઈને ખાતી આવ. છોકરી ગઈ અને ગોળી ખાતા વેંત જ ત્યાં બાથરૂમમાં જ મરી ગઈ. ત્યારબાદ બહાર ઉભેલી મહિલાઓએ પોલીસને આ વિશે જાણકારી આપી. પોલીસે આવીને શવને બાથરૂમની બહાર કાઢ્યું. એટલી જ વારમાં પેલો છોકરો ત્યાંથી ગાયબ થઈ ગયો. ત્યારે બધાને સવાલ થયો કે, આ છોકરો કોણ હતો અને કઈ રીતે અનિતાનું મોત થયું. તો એની પાછળ ખુબ લાંબી કહાની છે. વાત છે 2003ની.

વર્ષ 2003થી 2009 સુધીમાં કર્ણાટકના છ શહેરોમાં અલગ અલગ બસ સ્ટેન્ડના ટોયલેટમાંથી 20 મહિલાઓની લાશ મળી હતી. આ બધી જ લાશ મળી એમાં ઘણી સમાનતા હતી. પરંતુ પોલીસને ત્યારે કોઈ શક ન ગયો. ત્યારબાદ પોલીસ અનિતાથી જ શરૂઆત કરે છે. અનિતાના ફોનને ચેક કર્યો તો અનિતા કોઈ કાવેરી નામની મહિલાના નામ પર કાર્ડ વાપરતી હતી. કાવેરીના ઘરે પોલીસ ગઈ તો ખબર પડી કે તે કેટલાય મહિનાઓથી ગાયબ છે.

ત્યારબાદ કાવેરી સાથે એક બીજી પુષ્પા નામની છોકરીનું નામ જોડાયું. એના ઘરે ગયા તો પુષ્પા પણ ગાયબ હતી. આ રીતે એક પછી એક કડી જોડાતી ગઈ અને છેલ્લે એક ધનુષ નામનો પુરુષ છેલ્લે કડીમાં હાથ આવ્યો. ત્યારબાદ ધનુષની પુછપરછ કરી તો તેણે કહ્યું કે, આ ફોન મારા કાકા પ્રોફેસર મોહન કુમારે આપ્યો હતો. પછી મોહન કુમારે જે ખુલાસો કર્યો એ સાંભળીને પોલીસ પણ ગોથે ચઢી ગઈ.

મોહન કુમારે જણાવ્યું કે, હું ગરીબ છું એટલે દહેજ દેવાની મારી ઔકાત નથી. માટે કોઈ મને છોકરી આપવા તૈયાર ન નહોતું. મે ત્યારબાદ છોકરીને પ્રેમમાં ફસાવવાનું શરૂ કર્યું અને વગર દહેજે લગ્ન કરવાની વાત કરી છોકરી સાથે આગલી રાતે શારિરીક સંબંધ બાંધી લેતો. ત્યારબાદ ગોળી ખવડાવી તેને મારી નાખતો અને તેના સોના-જ્વેલરી લઈને ભાગી જતો. આવું તે 20 મહિલાઓ સાથે કરી ચૂક્યો હતો. ડિસેમ્બર 2013માં મંગલોરની ફાસ્ટ ટ્રેક કોર્ટે મોહનને 20 મહિલાના મોતનો જવાબદાર ગણાવ્યો અને દોષી સાબિત કર્યો. સાથે જ સજા સંભળાવી. બીજી ચોંકાવનારી વાત એ કે, મોહન પોતાનો કેસ ખુદ જ લડતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન