mohit raina life in danger mahadev actor files complaint
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સુશાંતની જેમ આ કલાકાર પણ કરશે આત્મહત્યા’, અભિનેત્રી સહિત 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ

‘સુશાંતની જેમ આ કલાકાર પણ કરશે આત્મહત્યા’, અભિનેત્રી સહિત 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ

 | 6:25 pm IST
  • Share

ટીવી સીરીયલ ‘દેવો કે દેવ મહાદેવ’ થી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનાર અભિનેતા મોહિત રૈના હાલમાં ચર્ચામાં છવાયેલ છે. મોહિતે તાજેતરમાં મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી સારા શર્મા સહિત ચાર લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. આ તમામ લોકો મળીને દાવો કરી રહ્યા હતા કે મોહિતની જિંદગી જોખમમાં છે.

મોહિત ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માં પણ જોવા મળ્યો છે. સારા શર્મા પોતાને મોહિત રૈનાની શુભેચ્છક ગણાવે છે અને તેણીએ જ સોશિયલ મીડિયા પર ‘મોહિત બચાવો’ અભિયાન શરૂ કર્યું હતું.

શું છે સમગ્ર મામલો?

સારા શર્મા સાથે તેના સાથીઓ પરવીન શર્મા, આશિવ શર્મા અને મિતિલેશ તિવારી મોહિત રૈનાને લઈને સોશિયલ મીડિયા પર ‘મોહિત બચાવો’ અભિયાન ચલાવી રહ્યા હતા. આ બધા મુજબ મોહિતની જિંદગી જોખમમાં હતી. આ અભિયાનમાં આ લોકો કહેતા હતા કે સુશાંત સિંહ રાજપૂતની જેમ મોહિત રૈના પણ આત્મહત્યા કરી શકે છે. પરંતુ આ બધા દાવાને નકારી કાઢતા મોહિત અને તેનો પરિવાર હવે સામે આવ્યો છે અને તેઓએ કહ્યું છે કે મોહિત એકદમ ઠીક છે અને આ બધી માત્ર અફવાઓ છે.

મોહિતના ચાહકોને આ બધી બાબતો પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. આ ઘટના બાદ મોહિત બોરીવલી કોર્ટ પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ તેની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ ગોરેગાંવ પોલીસે મોહિતનો જવાબ નોંધ્યો છે અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે, પોલીસને ખોટી માહિતી આપવી, ધમકી આપવી અને ખંડણી માંગવાના આરોપ સારા શર્મા અને તેના અન્ય સાથીઓ પર આ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

મોહિત રૈનાએ આ મામલે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. મોહિતે કહ્યું, ‘હું પુષ્ટિ કરું છું કે હું કાનૂની ઝઘડામાં ફસાયો છું. મેં આ મામલે FIR નોંધાવી છે. જોકે હાલમાં આ મામલો બોમ્બે હાઈકોર્ટ સમક્ષ છે, તેથી હું વિગતો આપી શકતો નથી. તમારા સપોર્ટ અને ધૈર્ય બદલ હું તમારો આભાર માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન