Monday At Gujarat Gangster abdul latif son mustak abdul latif death In Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાફ અબ્દુલ શેખનું મોત, આ જગ્યાએ કરાઈ દફનવિધિ

અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાફ અબ્દુલ શેખનું મોત, આ જગ્યાએ કરાઈ દફનવિધિ

 | 1:14 pm IST
  • Share

આજે એક સૌથી મોટા સામાચાર મળી રહ્યા છે. અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલનું મોત થયું છે. આ સમાચાર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કુખ્યાત ડોન લતીફના 40 વર્ષીય પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું સોમવારે વહેલી સવારે અમદાવાદ ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.

આ વિશે એવી માહિતી મળી રહી છે કે ડોન લતીફના પુત્રને સોમવારે સવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. ડોન લતીફના બે પુત્રો છે. જેમાં સૌથી મોટા પુત્ર મુસ્તાકનું અવસાન થયું છે. મુસ્તાક કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે સાંજે અમદાવાદમાં કાલુપુર ચારવાટ કબ્રસ્તાન ખાતે તેની દફનવિધિ કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1980થી 1990ના દાયકામાં અમદાવાદના સૌથી મોટા ગેંગસ્ટર અબ્દુલ લતીફનું નામ ચોતરફ ગુંજતું હતું. અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા લતીફ પર એક સમયે દાઉદ ઇબ્રાહિમ પણ ફાયરિંગ કરી ચૂક્યો હતો. હત્યા, ખંડણી, દારૂ અને હથિયારોની હેરાફેરી જેવા અનેક ગેરકાયદે ધંધાઓમાં લતીફનું એકચક્રી શાસન રહ્યું હતું. જોકે ગુજરાતના પોલીસ અધિકારીઓએ લતીફનું એન્કાઉન્ટર કર્યું હતું.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદ PSI શ્વેતા જાડેજાને કોર્ટમાં રજૂ કરાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન