મોનિટરી પોલિસી ફ્રેમવર્કમાં બદલાવ થઈ શકે, RBI સરકાર સાથે વાતચીત કરશે - Sandesh
  • Home
  • India
  • મોનિટરી પોલિસી ફ્રેમવર્કમાં બદલાવ થઈ શકે, RBI સરકાર સાથે વાતચીત કરશે

મોનિટરી પોલિસી ફ્રેમવર્કમાં બદલાવ થઈ શકે, RBI સરકાર સાથે વાતચીત કરશે

 | 6:12 am IST

। નવી દિલ્હી ।

ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અને મોંઘવારીમાં વધારો થવાથી અર્થવ્યવસ્થામાં સુધારો થવાના મુદ્દે ચિંતા થઈ રહી છે એવા સમયે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે જણાવ્યું હતું કે RBI દ્વારા ગયા વર્ષે નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને આનો લાભ ધીમે ધીમે બેન્કો ગ્રાહકોને આપી રહી છે અને ભવિષ્યમાં પણ કોર્મિશયલ બેન્કોના વ્યાજ દરમાં ઓર ઘટાડો થવાની આશા છે. ઇકોનોમીમાં સુધારો થવાની આશા છે. RBIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બાદ શક્તિકાંત દાસે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વ્યાજ દરમાં કાપનો લાભ નીચે સુધી મળી રહ્યો છે અને એનાથી આગામી દિવસોમાં ઇકોનોમી સુધરવાની આશા છે. લોન લેવાની ગતિવિધિમાં તેજી આવી છે.  નાણાપ્રધાન નિર્મલા સીતારામને દિલ્હીમાં RBIની પ્રાદેશિક ઓફિસમાં RBIના બોર્ડને સંબોધન કર્યું હતું. દર વર્ષે બજેટ બાદ નાણાપ્રધાન RBIના બોર્ડને સંબોધન કરે છે અને નાણાકીય બાબતો પર ચર્ચા કરે છે. શક્તિકાંત દાસે કહ્યું હતું કે વ્યાજ દરમાં ઘટાડો કરવાથી એનો લાભ મળવાની વ્યવસ્થામાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બેન્કો હવે વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે. ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડાનો ક્રમ જારી રહી શકે છે. આગામી નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી ગ્રોથ ૬ ટકા રહેવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષની આર્થિક સમીક્ષા બાદ આગામી વર્ષના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન લગાવવામાં આવ્યું છે.   રેપો રેટમાં કાપ મૂક્યા બાદ ઇકોનોમીમાં ગતિ આવી છે અને સુધારો થયો છે.

કૃષિ ક્ષેત્રની લોન પર નજર : સીતારામન 

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે બેન્કો દ્વારા કૃષિ ક્ષેત્રને આપવામાં આવતી લોન પર સરકારનું ધ્યાન છે. આગામી વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે ૧૫ લાખ કરોડ રૂપિયાની લોનનું લક્ષ્યાંક છે. કૃષિ અને એ સંબંધિત બીજી યોજનાઓ માટે સરકારે ૧.૬ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.મોનિટરી પોલિસીની સમીક્ષા બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં કાપ મૂક્યો નથી, પણ મોનિટરી પોલિસી ફ્રેમવર્ક(MPF)માં બદલાવની વાત કરી છે. આ મુદ્દે જરૂર પડે તો RBI સરકાર સાથે વાતચીત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;