Moni Roy will marry her boyfriend Suraj Nambiar on January 27
  • Home
  • Entertainment
  • Bollywood
  • મોની રૉય 27 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરશે

મોની રૉય 27 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરશે

 | 10:57 pm IST
  • Share

  • મોની અને સૂરજના લગ્ન ગોવા ખાતે કરવામાં આવશે 

  • લગ્ન સમારોહ બે દિવસનો રહેશે

  • દક્ષિણ ગોવામાં ફાઇવ સ્ટાર હોટેલ લૂક કરી છે

ટેલિવિઝન એક્ટ્રેસ મૌની રૉયના લગ્નની તારીખ અને વેન્યૂની જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ મોની રૉય 27 જાન્યુઆપીએ દુબઇમાં રહેનાર તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારની સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહી છે. એ  પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નને લઈને તેઓએ બધીજ તૈયારી પૂરી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોની રૉય અને તેનો બિઝનેસમેન બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારના લગ્ન ગોવામાં થશે. જેમાં કેટલાક નજીકના લોકો હાજર રહેશે. કેટલાક મહેમાનોના નામ પણ સામે આવ્યા છે. બન્ને ગોવાના ફાઇવ સ્ટાર હોટેલમાં લગ્ન કરશે. એ પણ જાણવામાં આવી રહ્યું છે કે 28 જાન્યુઆરીએ લગ્નનો જલસો મનાવવામાં આવશે. પહેલાં એવો તર્ક લગાવવામાં આવ્યો હતો કે મોની રૉય અને સૂરજ દુબઇ કે ઇટાલીમાં લગ્ન કરી શકે છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહ બે દિવસનો રહેશે. લગ્ન પહેલાં રિર્ચ્યુઅલ 26 જાન્યુઆરીએ થશે અને ત્યારબાદ 27 જાન્યુઆરીએ દરિયા કિનારે લગ્ન થશે. રિપોર્ટ અનુસાર મોની રૉય દક્ષિણ ગોવામાં ફાઇવ સ્ટાર હોટેલ લૂક કરી છે. ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. એવંુ પણ કહેવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટ સ્થળને સફેદ રંગથી સજાવશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો