Monkeypox cases surfaced in UK, health-agencies alrt stop Infection
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યુકેના બે વ્યક્તિમાં જોવા મળ્યો Monkeypox વાયરસ, ઇન્ફેક્શન રોકવા આરોગ્ય તંત્રમાં દોડધામ

યુકેના બે વ્યક્તિમાં જોવા મળ્યો Monkeypox વાયરસ, ઇન્ફેક્શન રોકવા આરોગ્ય તંત્રમાં દોડધામ

 | 3:24 pm IST
  • Share

જીવલેણ કોરોનાવાયરસ ચેપના કહેર વચ્ચે યુકેના નોર્થ વેલ્સમાં મંકી પોક્સ(Monkeypox)ના 2 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી નોર્થ વેલ્સના જાહેર આરોગ્ય અધિકારીઓએ આપી છે. તેમણે જણાવ્યું કે આ જ રોગ એક જ પરિવારના 2 સભ્યોમાં સામે આવ્યો છે. આને કારણે બંને દર્દીઓને શરીરમાં ફોલ્લીઓ, ખંજવાળ, તાવ અને દર્દની સમસ્યા થઈ છે.

જનતાને કોઈ ખતરો નથી

આ બંને દર્દીઓની વેલ્સ અને ઇંગ્લેંડ બંનેના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પબ્લિક હેલ્થ વેલ્સના હેલ્થ સુરક્ષા સલાહકાર રિચર્ડ ફર્થે કહ્યું છે કે, યુકેમાં મંકી પોક્સના બે કેસની પુષ્ટિ થવીએ દુર્લભ ઘટના છે. આનાથી સામાન્ય લોકોને ઓછો ખતરો છે. અમે ઘણી એજન્સીઓ સાથે કામ કરીને બધા પ્રોટોકોલ અને કાર્યવાહી હેઠળ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી કાઢ્યા છે. અમે તમામ રક્ષણાત્મક પગલાં લઈ રહ્યા છીએ જેથી આ ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.

મંકી પોક્સ શું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા મુજબ મંકીપોક્સ વાયરસથી એક એવી બિમારી થયા છે, જેના લક્ષણો શીતળા જેવા હોય છે, પરંતુ તેના કરતા ઓછા ગંભીર છે. આ રોગના સામાન્ય લક્ષણો તાવ, શરીરમાં ફોલ્લીઓ છે. મોટે ભાગે, આ રોગ ઉંદરો અને વાંદરા જેવા જંગલી પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે. આ સિવાય તે એક વ્યક્તિથી બીજામાં પણ ફેલાય છે. આ રોગથી પીડિત 100 દર્દીઓમાંથી 10 મૃત્યુ પામે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન