Moonsoon in India 1rst June : IMD
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં આ તારીખથી બેસશે ચોમાસું, ખેડૂતોને લઈ હવામાન વિભાગે કરી મોટી અગાહી

ભારતમાં આ તારીખથી બેસશે ચોમાસું, ખેડૂતોને લઈ હવામાન વિભાગે કરી મોટી અગાહી

 | 6:13 pm IST
  • Share

આગ ઝરતી ગરમી વચ્ચે જગતના તાતને માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1લી જૂને કેરળમાં ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્યનું 98 ટકા રહેવાની સંભાવના છે.

ભારતના હવામાન ખાતાની આગાહી પ્રમાણે, કેરળમાં ચોમાસું સામાન્ય સમયે એક જૂને પહોંચશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ માધવન રાજીવને આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, ભારત હવામાન વિભાગ દેશમાં ક્યારથી ચોમાસુ બેસશે તેની 15 મેના રોજ સત્તાવાર રીતે ચોમાસાની આગાહી કરશે.

માધવન રાજીવને ટ્વિટ કર્યું હતું કે, મોનસૂન 2021 અપડેટ: ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે. આ પ્રારંભિક આગાહી છે. ભારતીય હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મેના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.

IMDએ કહ્યું હતું કે, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે છે. લાંબા ગાળાના સરેરાશ વરસાદનો આંક 98 ટકા સુધી રહેશે. જોકે તેમાં 5 ટકાનો વધારો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન