covid-19 virus more cases of omicron infection found in america
  • Home
  • Corona
  • અમેરિકામાં ફેલાઈ રહ્યો છે કોવિડ-19નો ઓમિક્રોન વેરિઅન્ટ, આવ્યા નવા કેસ

અમેરિકામાં ફેલાઈ રહ્યો છે કોવિડ-19નો ઓમિક્રોન વેરિઅન્ટ, આવ્યા નવા કેસ

 | 5:14 pm IST
  • Share

  • અમેરિકામાં વધી રહ્યા છે ઓમિક્રોન સંક્રમણના કેસ

  • અત્યાર સુધીમાં ન્યુયોર્કમાં સામે આવ્યા કુલ 8 કેસ

  • છેલ્લા 30 દિવસમાં સંક્રમિત લોકોની દૈનિક સંખ્યા બમણી થઈ

શનિવારે અમેરિકાના ન્યૂયોર્કમાં ઓમિક્રોન સંક્રમણના વધુ ત્રણ કેસ નોંધાયા જેની સાથે અહીં કોરોના વાયરસના નવા વેરિએન્ટના સંક્રમણના કેસની સંખ્યા વધીને આઠ થઈ ગઈ. આ સાથે જ અમેરિકામાં એવા રાજ્યોની સંખ્યા વધી છે જ્યાં ઓમિક્રોન સંક્રમણના પહેલા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક હેલ્થ કમિશનર મેરી બેસેટે જણાવ્યું હતું કે, ‘ઓમિક્રોન સંક્રમણ અહીં ફેલાઈ ગયો છે અને આશંકા હતી એમ જ હવે જૂથમાં આનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.’

અમેરિકાના ઘણા રાજ્યોમાં સામે આવ્યા ઓમિક્રોનના પહેલા કેસ

અમેરિકાના મેસેચુસેટ્સ અને વોશિંગ્ટનમાં શનિવારે ઓમિક્રોનના પહેલા કેસ જોવા મળ્યા હતા. એક દિવસ અગાઉ, ન્યુ જર્સી, જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા અને મેરીલેન્ડમાં શુક્રવારે ઓમિક્રોન સંક્રમણના પહેલા કેસ નોંધાયા હતા. આ સિવાય નેબ્રાસ્કા, મિનેસોટા, કેલિફોર્નિયા, હવાઈ, કોલોરાડો અને યુટાહમાં પણ ઓમિક્રોન સંક્રમણના કેસ જોવા મળ્યા છે.

ન્યુયોર્ક સ્ટેટમાં સાત કેસ ન્યુયોર્ક સિટીમાં અને એક કેસ સુફોલ્ક કાઉન્ટીમાં મળી આવ્યો છે. ઓમિક્રોન સંક્રમણના કેસો એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે રાજ્યભરની હોસ્પિટલો કોરોના વાયરસના વધતા કેસોને કારણે પહેલેથી જ દબાણ હેઠળ છે અને તેઓ કર્મચારીઓની કમીનો સામનો કરી રહ્યા છે. આમાંના મોટાભાગના કેસો ડેલ્ટા વેરિએન્ટના છે. રાજ્યભરમાં છેલ્લા 30 દિવસમાં સંક્રમિત લોકોની દૈનિક સંખ્યા બમણી થઈ ગઈ છે.

વોશિંગ્ટનના હેલ્થ ઓફિસરોએ જણાવ્યું હતું કે શનિવારે વોશિંગ્ટનમાં ઓમિક્રોન સંક્રમણના ત્રણ કેસની પુષ્ટિ થઈ હતી, જેમાં થર્સ્ટન, પિયર્સ અને કિંગ કાઉન્ટીમાં એક-એક કેસ હતા. જાહેર આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મેસેચુસેટ્સમાં એક મહિલા ઓમિક્રોનથી સંક્રમિત મળી આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો