more than 10 lakh bank loot in surat bardoli branch
  • Home
  • Featured
  • બારડોલીની બેંકમાં 15 મિનિટમાં રૂ.10.40 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

બારડોલીની બેંકમાં 15 મિનિટમાં રૂ.10.40 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

 | 6:44 pm IST
  • Share

  • ધોળા દહાડે ફિલ્મી સ્ટાઈલમાં બેંક લૂંટથી પોલીસ દોડતી થઈ
  • બેંક કર્મચારીઓને બંધક બનાવી લૂંટની ઘટનાને આપ્યો અંજામ
  • મોંઢા પર માસ્ક, માથે ટોપી અને હાથમાં તમંચા સાથે આવ્યા લૂંટારા

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામની એક કોઑપરેટિવ બેંકમાં ધોળા દિવસે રૂપિયા 10.40 લાખની લૂંટની ઘટનાને અંજામ આપીને લૂંટારા ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બેંકની શાખામાં રાબેતા મુજબ કામકાજ થઈ રહ્યું હતું. આ દરમિયાન 3 જેટલા લૂંટારાઓએ બંદૂક બતાવીને સમગ્ર બેંકને બાનમાં લીધી હતી. લૂંટારાઓએ 6 બેંક કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10.40 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે, મોંઢા પર માસ્ક અને બે લૂંટારાઓ માથે ટોપી પહેરીને લૂંટની ઘટનાને અંજામ આપીને બાઈક પર રફૂચક્કર થઈ જાય છે.

3 લૂંટારાઓ પૈકી બે ના હાથમાં તમંચા હતા. લૂંટારાઓએ 15 મિનિટમાં જ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને LCB સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે લૂંટારાઓનું પગેરુ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો