More than 50 percent of eligible people were given both doses of the vaccine
  • Home
  • India
  • અનોખી સિદ્ધી: દેશની 50 ટકા વસ્તીને રસીના બન્ને ડોઝ અપાયા

અનોખી સિદ્ધી: દેશની 50 ટકા વસ્તીને રસીના બન્ને ડોઝ અપાયા

 | 10:42 pm IST
  • Share

  • દેશમાં કુલ 127.61 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા

  • દેશમાં બીજી વખત એક જ દિવસમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ

  • બિહાર-કેરળનાં મૃત્યુનો બેકલોગ ઉમેરાતા છેલ્લા 24 કલાકમાં 2796નાં મોત

ભારતમાં યોગ્યતા ધરાવતા 50 ટકાથી વધુ લોકોને વેક્સિનનાં બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમ કેન્દ્રનાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે આ ક્ષણને ગૌરવપૂર્ણ ગણાવી હતી. દેશનાં લોકોને આ માટે અભિનંદન આપ્યા હતા. માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે, આપણે સૌ સફળ થયા છીએ. અભિનંદન ભારત.

યોગ્યતા ધરાવતી 50 ટકાથી વધુ વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ થઈ એ ગૌરવની ક્ષણ છે. આપણે સૌ સાથે મળીને કોરોનાનો જંગ જીતીશું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 127.61 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ લક્ષ્યાંક 1,32,44,514 સેશનમાં હાંસલ કરાયો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 1 કરોડથી વધુ એટલે કે 1,04,18,7007 લોકોને વેક્સિન આપીને બીજી વખત આ સિધ્ધિ હાંસલ કરાઈ છે. હર ઘર દસ્તક ઝુંબેશ હેઠળ પીએમ મોદીનાં નેતૃત્વમાં નવી ઉંચાઈઓ હાંસલ કરાઈ છે.

છેલ્લા 24 કલાકમાં 2796નાં મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 8895 કેસ નોંધાયા હતા. જ્યારે 2796 લોકોનાં મોત થયા હતા. બિહાર અને કેરળમાં અગાઉ થયેલા મૃત્યુનો બેકલોગ ઉમેરવામાં આવતા છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુનાં આંકમાં જબરો વધારો નોંધાયો હતો. બિહારે બેકલોગનાં 2426 અને કેરળે 263 મોત દર્શાવ્યા હતા.


એક્ટિવ કેસની સંખ્યા 99,155 થઈ હતી. જે માર્ચ 2020 પછી 1 ટકાથી ઓછી અને કુલ કેસ લૉડનાં 0.29 ટકા હતી. એક જ દિવસમાં નવા 8895 કેસ નોંધાતા દેશમાં કોરોનાનાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,46,33,255 થઈ હતી. કુલ મૃત્યુઆંક વધીને 4,73,326 થયો હતો. છેલ્લા 24 કલાકમાં વધુ 6918 દર્દીઓ સાજા થતા દેશમાં કુલ 3,40,60,774 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. રિકવરી રેટ 98.35 ટકા થયો હતો.

કર્ણાટકના શિવમોગામાં નર્સિંગનાં 29 વિદ્યાર્થી પોઝિટિવ

કર્ણાટકમાં ઓમિક્રોનનાં સૌથી પહેલા બે કેસ મળી આવ્યા પછી હવે કોરોનાનું નવું ક્લસ્ટર મળી આવ્યું છે. શિવમોગાની પ્રાઈવેટ નર્સિંગ સ્કુલમાં 29 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ જણાયા છે. બીજું ક્લસ્ટર ચિકમગલુરમાં મળી આવ્યું છે જ્યાં સ્કુલનાં 40 વિદ્યાર્થીનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સીગોડુની જવાહર નવોદય વિદ્યાલય સ્કુલનાં વિદ્યાર્થીઓ સંક્રમિત જણાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો