More than 50% rainfall in 18 talukas in Gujarat, not even 15% in 9 talukas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અત્યાર સુધીમાં પડેલા વરસાદના લેખાજોખા: 18 તાલુકામાં 50% કરતાં વધુ વરસાદ, 9 તાલુકામાં 15% પણ નહીં

અત્યાર સુધીમાં પડેલા વરસાદના લેખાજોખા: 18 તાલુકામાં 50% કરતાં વધુ વરસાદ, 9 તાલુકામાં 15% પણ નહીં

 | 7:11 am IST
  • Share

બુધવાર સવારના આઠ વાગ્યા સુધીની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૧૧.૬૨ ઈંચ એટલે કે, સિઝનના એવરેજ વરસાદની સરખામણીએ ૩૪.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૧૮ તાલુકા એવા છે કે, જ્યાં ૫૦ ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ૯ તાલુકાઓમાં ૧૫ ટકા જેટલો પણ વરસાદ વરસ્યો નથી.

ટકાવારીની દૃષ્ટીએ રાજ્યમાં સૌથી વધુ ૭૦.૬ ટકા વરસાદ ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં નોધાયો છે. જ્યારે ઈંચમાં પડેલ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૪૭.૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછા બનાસકાંઠાના લાખણી તાલુકામાં પોણો ઈંચ અને થરાદ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે, જે ટકાવારીની દૃષ્ટીએ ક્રમશઃ ૭.૪૧ ટકા અને ૮.૧૭ ટકા વરસાદ વરસ્યો છે.

ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં તેમજ નર્મદાના તીલકવાડ, રાજકોટના લોધીકા, ધોરાજી, જામનગરના કાલાવડ, ભાવનગરના ગારીયાધાર, કચ્છના ભુજ, વડોદરાના પાદરા, ગીર સોમનાથના વેરાવળ, નવસારીના ખેરગામ, ભરૃચના અંકલેશ્વર, નવસારીના નવસારી, સુરતના મહુવા, બોટાદના બોટાદ તાલુકામાં અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં સિઝનના એવરેજ વરસાદની સરખામણીએ ૫૦ ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

બીજી તરફ બનાસકાંઠાના લાખણી, થરાદ, વાવ તેમજ ખેડાના ઠાસરા, પાટણના સાંતલપુર, રાજકોટના વીંછીયા અરવલ્લીના ભીલોડા તાલુકામાં ૧૫ ટકા પણ વરસાદ નથી.

વરસાદ%માં

આણંદ         ૭૦.૬

તીલકવાડ     ૬૫.૪૨

લોધીકા       ૬૧.૪૩

છોટુ ઉદેપુર   ૫૯.૦૭

કાલાવડ       ૫૮.૨૦

ગારીયાધાર   ૫૬.૪૨

ભુજ ૫૫.૬૩

રાજકોટ       ૫૪

પાદરા         ૫૩.૫૭

વેરાવળ       ૫૨.૮૫

ખેરગામ       ૫૨.૫૦

અંકલેશ્વર    ૫૦.૮૫

મહેમદાવાદ   ૫૦.૧૪

નવસારી      ૫૦.૬

મહુવા         ૫૦

બોટાદ         ૫૦

દાંતા ૫૦

જેતપુર પાવી ૫૦

ધોરાજી        ૫૦

વરસાદ%માં

લાખણી       ૭.૪૧

થરાદ ૮.૧૭

ઠાસરા         ૧૦.૩૧

વાવ  ૧૦.૯૪

વિછીયા       ૧૧.૩૦

ગળતેશ્વર    ૧૧.૩૭

ભીલોડા       ૧૧.૪૫

ઉચ્છાલ       ૧૨.૩૯

સાંતલપુર     ૧૨.૮૮

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન