More than 765 bodies brought to crematorium in 7 metros of Gujarat, though government says 90 killed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતના 7 મહાનગરોમાં 765થી વધુ મૃતદેહોને સ્મશાને લવાયા, તેમ છતાં સરકારે કહ્યુ-90નાં મોત

ગુજરાતના 7 મહાનગરોમાં 765થી વધુ મૃતદેહોને સ્મશાને લવાયા, તેમ છતાં સરકારે કહ્યુ-90નાં મોત

 | 7:04 am IST
  • Share

અમદાવાદ, સુરત બાદ હવે જામનગરમાં પણ કોરોના થયા પછી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા ત્રણ આંકડે પહોંચી રહી છે. બુધવારે સાત મહાનગરોમાં ૭૫૬થી વધુ મૃતદેહોને કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ અંતિમક્રિયા માટે સ્મશાને લઈ જવાયા હતા.

જો કે, આરોગ્ય વિભાગ ૨૨ એપ્રિલની સાંજે ૭ શહેરોમાં કોરોનાને કારણે માત્ર ૯૦ દર્દીઓના જ મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતુ. ગુજરાત સરકારના કોવિડ-૧૯ પોર્ટલ ઉપર ડાંગ, નવસારી, નર્મદા, તાપી અને પોરબંદર એમ પાંચ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં મૃત્યુઆંક દર્શાવાયો છે. આ પાંચેય જિલ્લામાં કોરોના થયા પછી મૃત્યુ પામનારા નાગરીકોની હકિકત તદ્દન વિપરીત છે.

બુધવારે જામનગર જિલ્લામાં સરકારે ૫૦૯ જેટલા નવા કેસ મળ્યાનું જાહેર કર્યુ હતુ. જ્યારે ૨૬૧ દર્દીઓ ડિસ્ચાર્જ અટલે કે સાજા થયાનું અખબારી યાદીમાં કહેવાયુ હતુ. આ તથ્ય વચ્ચે જામનગરમાં ૯૯ દર્દીઓના મૃત્યુ થાય છે. જે ડિસ્ચાર્જ સામે ૩૭.૯૩ ટકા જેટલો ઊંચો દર સુચવે છે. રાજ્યની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે કો-મોર્બિડ અને નાની વયના ગંભીર દર્દીઓ ઉપર જોખમ વધી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન