MoS L. Murugan's Mother and Father Still Works In Farm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોદી કેબિનેટમાં મંત્રી છે દીકરો – તો પણ ખેતરમાં કામ કરે છે માતા-પિતા, દિલ જીતી લેશે તેમની કહાની

મોદી કેબિનેટમાં મંત્રી છે દીકરો – તો પણ ખેતરમાં કામ કરે છે માતા-પિતા, દિલ જીતી લેશે તેમની કહાની

 | 1:22 pm IST
  • Share

પીએમ મોદીએ 2 અઠવાડિયા પહેલા પોતાની કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. આ અંતર્ગત 43 મંત્રીઓને શપથ અપાવવામાં આવ્યા. ભાજપના તમિલનાડુ યુનિટના અધ્યક્ષ એલ. મુરુગનને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. 44 વર્ષના મુરુગને લાંબા સંઘર્ષ બાદ દિલ્હી સુધીની સફર ખેડી. અત્યારે ચારેય બાજુ તેમના માતા-પિતાની ચર્ચા થઈ રહી છે. આ બંને રાજકીય ઝગમગાટથી દૂર તમિલનાડુના એક ગામમાં મજૂરીનું કામ કરે છે.

મુરુગનના માતા-પિતાને દીકરાની સફળતા પર ગર્વ તો છે, પરંતુ તેઓ પોતાની જિંદગી જીવવા ઇચ્છે છે. જ્યારે મીડિયાને ટીમ તેમના ત્યાં પહોંચી તો દિલ્હીથી લગભગ અઢી હજાર કિલોમીટર દૂર નમાક્કલ જિલ્લાના કોન્નૂર ગામમાં એલ. મુરુગનના માતા-પિતા કામ કરી રહ્યા હતા. 59 વર્ષના માતા વરુદામ્મલ અને 68 વર્ષના પિતા લોગાનથન કોઈ બીજાના ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. મીડિયાએ તેમની સાથે વાત કરવા માટે ખેતરના માલિકની પરવાનગી લેવી પડી.

રિપોર્ટ પ્રમાણે જ્યારે મુરુગનના માતા-પિતા સાથે વાત કરવામાં આવી તો તેમણે પોતાના દીકરાની સફળતાનો શ્રેય લેવાથી ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, જો અમારો દીકરો કેન્દ્રીય મંત્રી બની જાય તો અમે શું કરી શકીએ. અમે તેના કેરિયરમાં પ્રગતિ માટે કંઈ પણ નથી કર્યું. એલ. મુરુગન દલિત છે અને અરૂણથાતિયાર સમુદાયથી આવે છે. નમક્કલ જિલ્લામાં તેમનું નાનકડું ઘર છે. માતા-પિતાને જ્યારે પણ જે કામ મળે તેઓ કરી લે છે. ક્યારેક ખેતરમાં મજૂરી તો ક્યારેક કુલીનું કામ.

મુરુગનના પિતાએ જણાવ્યું કે, તેમનો દીકરો ભણવામાં ઘણો સારો હતો. તેમણે સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ મુરુગને ચેન્નાઈની આંબડકર લૉ કૉલેજથી કાયદાનો અભ્યાસ કર્યો. પિતાએ દીકરાના અભ્યાસ માટે દોસ્તો પાસેથી પૈસા લેવા પડ્યા હતા. મુરુગને ભાજપના તમિલનાડુ યુનિટના અધ્યક્ષ બન્યા બાદ પોતાના માતા-પિતાને પોતાની સાથે રહેવા બોલાવ્યા હતા, પરંતુ કેટલાક જ દિવસમાં તેઓ પરત ફર્યા. મુરુગનની માતાએ કહ્યું કે, “અમે લોકો ક્યારેક-ક્યારેક ત્રણ-ચાર દિવસ માટે ચેન્નાઈ જતા હતા, પરંતુ તેની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં અમે ફિટ ના થઈ શક્યા. તેથી અમે ફરી અમારા ગામ કોન્નૂર આવી ગયા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન