Motorola Smartphone Stopped A Bullet And Saved Life Of Brazil Man
  • Home
  • Featured
  • Motorolaનો Hulk ફોન, ‘છાતી’ પર ગોળી ખાઈ ફોને બચાવ્યો માલિકનો જીવ

Motorolaનો Hulk ફોન, ‘છાતી’ પર ગોળી ખાઈ ફોને બચાવ્યો માલિકનો જીવ

 | 11:43 am IST
  • Share

  • Motorolaના Smartphoneએ એક માણસનો જીવ બચાવ્યો

  • લૂંટ દરમિયાન વ્યક્તિને ગોળી વાગી, જે સીધી મોબાઈલ પર વાગી

  • એક માણસને તેના 5 વર્ષ જૂના ફોને બચાવ્યો

બ્રાઝિલમાં એક માણસનો જીવ તેના પાંચ વર્ષ જુના Motorolaના Smartphoneએ બચાવ્યો, જયારે તેના પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં, એક વ્યક્તિને સશસ્ત્ર લૂંટ દરમિયાન ગોળી મારવામાં આવી, પણ તેના ખિસ્સામાં રહેતા Moto G5 સ્માર્ટફોન પર બુલેટ વાગી અને તેનો જીવ બચી ગયો. ફોન નષ્ટ થઇ ગયો, પણ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. વાત સાંભળવામાં ફિલ્મી લાગે છે ને! પણ એનાથી વધુ ફિલ્મી તો ફોનનું કવર હતું જેના પર ‘ધ ઈનક્રેડિબલ હલ્ક’ લખેલું હતું.

સ્માર્ટફોન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત

હલ્ક માર્વેલ કોમિકનો એક સુપરહીરો છે તે તેની અભેદ્ય જાડી અને લીલી ચામડીથી ગોળીઓથી બચી શકે છે. એક અહેવાલ મુજબ, આ ચોંકાવનારી ઘટના ગયા અઠવાડિયે બ્રાઝિલમાં બની હતી. લૂંટના પ્રયાસ દરમિયાન લૂંટારાએ આ વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો.

Moto G5 સ્માર્ટફોનના કારણે ગોળી આ વ્યક્તિના હિપ પર વાગતા અટકી હતી, મોટી ઈજા ટળી હતી. જેને લીધે આ વ્યક્તિને માત્ર નાની ઇજા જ થઇ હતી. આ ઘટના બાદ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સ્માર્ટફોનને નુકસાન થયું અને તે સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયો. તૂટેલા ડિવાઈસના ફોટો ડૉક્ટર દ્વારા શેર કરવામાં આવ્યા હતા જેમણે આ ફોનના માલિકની સારવાર કરી હતી. ફોનની તૂટેલી સ્ક્રીન તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. તેની પાછળ એક મોટો ખાડો પણ જોઈ શકાય છે. નોંધનીય છે કે, Moto G5 એક મજબૂત ફોન તરીકે નથી ઓળખાતો પણ આ ફોને બ્રાઝિલમાં તેના માલિકને બચાવવાનું ઘણું સારું કામ કર્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો