પર્વતારોહકને પ્રોત્સાહન મળવું શા માટે જરૂરી છે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પર્વતારોહકને પ્રોત્સાહન મળવું શા માટે જરૂરી છે?

પર્વતારોહકને પ્રોત્સાહન મળવું શા માટે જરૂરી છે?

 | 1:19 am IST
  • Share

કરન્ટ અફેર :-  આર. કે. સિંહા

રાજધાનીના ચાણક્યપુરી વિસ્તારમાં પસાર થતી વખતે બે રસ્તાનાં નામો વાંચતાં જ મનમાં સન્માન અને શ્રદ્ધાભાવ જન્મે છે. તે રસ્તાના નામ મહાન પર્વતારોહકો તેનઝિંગ નોર્ગે અને ન્યૂઝીલેન્ડના સર એડમંડ હિલેરીના નામે છે. સમગ્ર વિશ્વ જાણે છે કે આ બંને મહાનુભાવોએ ૨૮ મે ૧૯૫૩ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર પગ મૂક્યા હતા. તે પછી તે શિખર પર ભારત, નેપાળ અને ન્યૂઝીલેન્ડના ધ્વજો સન્માનપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા.

ભારતના પાટનગર દિલ્હીમાં આ બંને પર્વતારોહકના નામે રસ્તાનું નામ હોવું તે વાતને સમર્થન આપે છે કે દેશ પર્વાતરોહણ વિશ્વના પુરાણપુરુષોનું સન્માન કરે છે. તે પછી ભારતના અનેક પર્વતારોહક એવરેસ્ટ સર કરી ચૂક્યા છે. મહાન પર્વતારોહી એચ.પી.એસ. આહલુવાલિયાના નેતૃત્વમાં ૨૦ મે ૧૯૬૫ના રોજ ભારતીય પર્વતારોહકોની ટીમે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. મેજર એચ.પી.એસ. આહલુવાલિયા એવરેસ્ટ શિખર સર કરનારા પ્રથમ ભારતીય હતા. અર્થાત્ નાર્ગે અને હિલેરી પછી છ વર્ષે પહેલીવાર ભારતીયોએ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો. નોર્ગેને શુદ્ધરૂપે ભારતીય ના કહી શકાય, પરંતુ તેઓ મૂળે નેપાળના હતા. ભારતમાં વસીને ભારતીય નાગરિક બન્યા હતા. મેજર એચ.પી.એસ. આહલુવાલિયાએ ૧૯૬૫માં પાકિસ્તાન વિરુદ્ધના જંગમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી. તેમની મહાન ઉપલબ્ધિ પછી લગભગ ૧૯ વર્ષ પછી બછેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બની રહ્યા હતા. તેમણે વર્ષ ૧૯૮૪માં એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. હિમાલયના ખોળે આવેલો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચંુ શિખર છે. સફેદ ચાદર ઓઢીને સદીઓથી ઊભેલા એ વિશાળકાય શિખરની ઊંચાઈ ૨૯,૦૨૯ ફૂટ છે. તેને ફતેહ કરવાનું સપનું દરેક પર્વતારોહક જોતા હોય છે.

બછેન્દ્રીપાલથી અનીતા કુંડૂ સુધી  

બછેન્દ્રી પાલ એવરેસ્ટની ઊંચાઇ સર કરનારા વિશ્વના પાંચમા મહિલા પર્વતારોહી છે. વર્તમાનમાં પોલાદ કંપની તાતા સ્ટીલમાં તેઓ કાર્યરત છે. અહીં તેઓ યુવાન પર્વતારોહીને તાલીમ આપે છે. તે દરમિયાન નોર્ગે, હિલેરી, આહલુવાલિયા અને બછેન્દ્રી પાલમાંથી પ્રેરણા લઇને હરિયાણાના એક ગામની ગરીબ પુત્રી અનીતા કુંડૂએ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો છે. હાલમાં તે દેશની સૌથી ખાસ પર્વતારોહી છે. એવરેસ્ટ પર ત્રિરંગાને ત્રણ વાર લહેરાવ્યા પછી તે સાતેય મહાદ્વીપોના સૌથી ઊંચા શિખર પર તે ત્રિરંગો લહેરાવી ચૂકી છે. કુંડૂ આ મહિને એક વધુ શિખર સર કરવા નીકળવાની છે. અનીતા કુંડૂએ આવનારા સપ્તાહમાં માઉન્ટ લાઓત્સે ચઢવા માટે કાઠમંડૂ રવાના થશે. આ શિખર ૮૫૧૬ મીટરની ઊંચાઇ ધરાવે છે. એવરેસ્ટને મુકાબલે કેટલાક મીટર જ ઓછી ઊંચાઈ. પરંતુ આ શિખર પરની ચઢાઈ ખૂબ જ જોખમી છે. અહીં તે ભારતના ત્રિરંગાની સાથોસાથ સિક્યુરિટી કંપની એસ.આઇ.એસ.નો ધ્વજ પણ લહેરાવશે. કંપનીની તે બ્રાન્ડ એમ્બેસેડર છે. પર્વતારોહીના પ્રવાસનું ખર્ચ સરકાર, જાહેર એકમો અને ખાનગી એકમો વહન કરે તો જ દેશમાં પર્વતારોહણને પ્રોત્સાહન મળી શકે તેમ છે. હકીકત છે કે પર્વતારોહણમાં ખર્ચ ખૂબ જ થાય છે. અનીતા કુંડૂ પર્વતારોહકના રૂપમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ત્રણ વાર એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવનારી તે ભારતની પ્રથમ દીકરી છે. અનીતા કુંડૂ હવે વિશ્વભરની ૮૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો સર કરી રહી છે. વર્ષ ૨૦૧૯માં કુંડૂએ અમેરિકાના ખૂબ જોખમી શિખર માનસ્લુને ફતેહ કર્યું હતું. તેની ઊંચાઈ ૮૧૬૩ મીટર છે.

અનીતાનું વર્તમાન મિશન અંદાજે ૫૦ દિવસનું છે. તે યાત્રા પૂરી રીતે જોખમી છે. ભારત સરકાર અનીતાને દેશના સૌથી મોટા એડવેન્ચર એવોર્ડ – તેનઝિંગ નોર્ગે એવોર્ડથી સન્માનિત કરી ચૂકી છે.

પ્રશંસકો શા માટે સન્માનિત કરતા હતા?  

હાલમાં ભારતમાં પર્વતારોહણ અને પર્વતારોહક વિષે જનમાનસમાં ખાસ ઉત્સુકતા રહે છે. તેનસિંગ નોર્ગે ૧૯૯૦ના દાયકા સુધી રાજધાનીમાં યોજાતા પર્વતારોહણ સંબંધી કાર્યક્રમોમાં આવતા-જતા રહેતા હતા. અહીં તેમને સેંકડો પ્રશંસકો ઘેરી લેતા હતા. વર્ષ ૨૦૦૯ની માઉન્ટ એવરેસ્ટ સર કર્યાની ૫૦મી જયંતી પ્રસંગે વિજ્ઞાન ભવનમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં એડમંડ હિલેરીના ચાહકો તેમને ખભે ઊંચકીને મંચ પર લાવ્યા હતા. એવરેસ્ટ સર કર્યા પછી એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે વિશ્વ વિખ્યાત બની ગયા હતા. તેઓ સમગ્ર વિશ્વના નાયક હતા. ૧૯૮૫થી ૧૯૮૯ દરમિયાન તો ન્યૂઝીલેન્ડે હિલેરીને ભારત ખાતેના રાજદૂતપદે વરણી આપી દીધી હતી. હિલેરીના દૂતાવાસના દરવાજા પર્વતારોહકો, ખેલાડીઓ, લેખકો માટે હંમેશાં ખુલ્લા રહેતા હતા. તેઓ ખૂબ લોકપ્રિય રાજદ્વારી હતા. હિલેરી અને જાણીતા કોમેન્ટેટર જસદેવસિંહજી ઘનિષ્ઠ મિત્ર હતા. જસદેવસિંહજીના દક્ષિણ દિલ્હી સ્થિત નિવાસે તેમની અવરજવર રહેતી હતી. અહીં ઘણા બધા ખેલપ્રેમી અને પર્વતારોહક પ્રેમીઓ હિલેરી પાસે તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા અંગેના સંસ્મરણો સાંભળ્યા કરતા હતા. હિલેરી એ વાતે પણ ચિંતિત હતા કે પર્વતારોહીઓ મોટેપાયે માઉન્ટ એવરેસ્ટ પહોંચવા લાગતાં એવરેસ્ટ પર પણ કચરાના ઢગ થયા છે. થોડા સમય પહેલાં ત્યાં માનવ શબની સાથોસાથ ૧૧,૦૦૦ કિલો કચરો મળ્યો હતો.

માઉન્ટ એવરેસ્ટ પર મોટાપાયે માનવ મળ, ઓક્સિજનની બોટલ, ટેન્ટ, રોપ, તૂટેલી નીસરણીઓ, કેન્સ, પ્લાસ્ટિક સામગ્રી મળી આવી હતી. માઉન્ટ એવરેસ્ટથી પાછા ફરતા પર્વતારોહી કહે છે કે એવરેસ્ટ પર મોટાપાયે કચરો ભેગો થઈ ગયો છે.

ખેર, ભારતમાં પર્વતારોહકો અને એડવેન્ચર સ્પોટ્ર્સને દરેક રીતે પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારતમાં પર્વતારોહણને પણ ખેલકૂદને પ્રોત્સાહન આપવાના હેતુસર હિમાલય પર્વતારોહણ સંસ્થાનની સ્થાપના ૪ નવેમ્બર, ૧૯૫૪ના રોજ થઈ હતી. તેનઝિંગ નોર્ગે અને એડમંડ હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તેના અદમ્ય ઉત્સાહનું પરિણામ હતું. ભારતના ર્દાિજલિંગ ખાતે ૨૧,૦૦૦ ફૂટની ઊંચાઈએ હિમાલય પર્વતારોહણ સંસ્થાનની સ્થાપના થઈ. તેનસિંગ તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. દેશને હજી પણ નોર્ગે, આહલુવાલિયા, બછેન્દ્રી પાલ અને અનીતા કુંડૂ જેવા સેંકડો-હજારો પર્વતારોહીઓની જરૂર છે કે જેથી પર્વતારોહણની સાથે સંકળાયેલા પર્યટન ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે.

(લેખક પૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન