આ દિગ્ગજ અભિનેત્રીને બચાવવા માટે 2 કિલોમીટર દોડ્યો હતો જવાન, મળ્યું ઈનામ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ દિગ્ગજ અભિનેત્રીને બચાવવા માટે 2 કિલોમીટર દોડ્યો હતો જવાન, મળ્યું ઈનામ

આ દિગ્ગજ અભિનેત્રીને બચાવવા માટે 2 કિલોમીટર દોડ્યો હતો જવાન, મળ્યું ઈનામ

 | 1:55 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીને અકસ્માદ દરમિયાન બચાવવા માટે મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સ (એમએસએફ)ના જે જવાન 2 કિલોમીટર સુધી દોડ્યો હતો તેને હવે સમ્માનીત કરવામાં આવ્યો છે. આ જવાનને એક એનજીઓ તરફથી સમ્માનીત કરવામાં આવ્યો છે. જવાનનું નામ વિવેકાનંદ યોગે છે.

એમએસએફના જવાન વિવેકાનંદ યોગેને લાઈફ સેવિંગ ફાઉંડેશને જોઈન્ટ પોલીસ કમિશ્નરની હાજરીમાં સમ્માનિત કરવામાં આવ્યો હતો. વિવેકાનંદને જ સૌથી પહેલા જાણકારી મળી હતી કે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કોઈ અકસ્માત થયો છે. ત્યાર બાદ તેણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઘટનાસ્થળેથી દોડ લગાવી હતીએ. જોકે તે સમયે તો વિવેકાનંદને ખબર જ નહોતી કે જે કારને અમસ્માત નડ્યો છે તેમાં અભિનેત્રી શબાના આઝમી છે.

શબાના આઝમીનો 18 જાન્યુઆરીએ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખાલાપુર ટોલપ્લાઝા નજીક અકસ્માત થયો હતો. એમએસએફ જવાન વિવેકાનંદ 2 કિલોમીટર દોડીને શબાનાની કાર નજીક પહોંચ્યો તો જાણવા મળ્યું કે અભિનેત્રી બેભાન અવસ્થામાં જ પોતાની સીટ પર પડ્યા હતાં. યોગેએ તત્કાળ બીજા બે વ્યક્તિઓની મદદ લઈને શબાનાની કારની બહાર કાઢી હતી અને રોડ પર લાવીને સુવડાવી હતી. આ દરમિયાન તેણે એમ્બ્યુલન્સને ફોન પણ કર્યો અને ટ્રાફિકને પણ નિયંત્રણમાં રાખવાની કામગીરી અદા કરી.

વિવેકાનંદની વર્દીને લઈને મુઝવણમાં હતા દેવેંન્દ્ર

યોગીને એમએસએફમાં કામ કરતા બે વર્ષ થઈ ગયા છે. દેવેન્દ્ર પાઠકે શબાના આઝમીની અકસ્માતની તસવીરોમાં યોગેને જોયા બાદ તેની શોધખોળ હાથ ધરી હતી. દેવેન્દ્ર પાઠક યોગીને વરદી જોઈ તેને સેનાનો જવાન સમજી બેઠા હતાં, માટે તેમણે મહારાષ્ટ્રમાં સેનાના તમામ મુખ્યાલયોમાં વિવેકાનંદ વિષે તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમને સફળતા મળી નહોતી.

પનવેલ હોસ્પિટલમાંથી હાથ લાગી વિવેકાનંદની માહિતી

આખરે તેમને પનવેલ એમજીએમ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, જ્યાં અકસ્માત બાદ શબાના આઝમીને લાવવામાં આવી હતી. અહીં તેમને એ એમ્બ્યુલંસનો નંબર લીધો હતો જેને ફોન કરીને વિવેકાનંદે બોલાવી  હતી. ત્યાર બાદ દેવેન્દ્ર પાઠકને જાણકારી મળી હતી કે વિવેકાનંદ એમએસએફમાં કામ સર્વિસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન