MSU Museologist Ambika Patel Appointed President of International Committee of Museums
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગર્વની વાત: વિશ્વ વિખ્યાત MS યુનિ.ના મ્યુઝીયોલોજીસ્ટ અંબિકા પટેલ ઝળક્યા, મળ્યું મોટું પદ અને સન્માન

ગર્વની વાત: વિશ્વ વિખ્યાત MS યુનિ.ના મ્યુઝીયોલોજીસ્ટ અંબિકા પટેલ ઝળક્યા, મળ્યું મોટું પદ અને સન્માન

 | 2:08 pm IST
  • Share

વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.ના મ્યુઝીયોલોજીસ્ટ અંબિકા પટેલ ઇન્ટરનેશનલ કમિટી કમિટી ઓફ મ્યુઝિયમના પ્રેસિડેન્ટ તરીકે નિમાયા છે, જે સંસ્કારી નગરી વડોદરા અને ગુજરાત માટે પણ ગર્વની વાત કહી શકાય તેમ છે.

વડોદરાની એમ.એસ.યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિભાગ ફેકલ્ટી ઓફ મ્યુઝીયોલોજીસ્ટ વિભાગના હેડ અંબિકા પટેલની ઇન્ટરનેશનલ કમિટી ઓફ મ્યુઝિયમના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે. અંબિકા પટેલ અગાઉ ઇન્ટરનેશનલ કમિટી ઓફ મ્યુઝિયમ ઇન્ડિયાના સેક્રેટરી અને ચાર વર્ષ એશિયા પેસિફિક રિજીયન કમિટી ઓફ icomના બોર્ડ મેમ્બર રહી ચૂક્યા છે.

તેઓ પ્રથમ ગુજરાતી હશે કે જેઓ ઇન્ટરનેશનલ લેવલે નેશનલ કમિટી ઓફ મ્યુઝિયમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમના નેજા હેઠળ 32 ઇન્ટરનેશનલ કમિટી અને 118 નેશનલ કમિટી ઓફ મ્યુઝિયમ કાર્યરત છે. જેઓ પ્રોફેશનલ્સ યુનેસ્કો સાથે સંકળાયેલ હોય છે. અંબિકા પટેલનું કહેવું છે કે મ્યુઝીયોલોજીસ્ટ તરીકે ઘણા દેશોની ફેલોશીપ મેળવીને સંશોધન અને અભ્યાસ કરી ચુક્યા છે. જેમાં સીધી જ icom સાથે કામ કરવાનું થયું. જેને લઈ આજે પ્રમુખ બની શકાયું.

તેઓનું માનવું છે કે ભારત અને ગુજરાત ખૂબ સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતો દેશ છે. પરંતુ આપણા દેશમાં મ્યુઝીયોલોજીસ્ટ પ્રોફેશનલ્સની ખૂબ ખોટ છે. ટેક્નિકલ રીતે મ્યુઝિયમને કેવી રીતે રાખવું, માર્કેટિંગ કરવું, આંતરરાષ્ટ્રીય લેવલે કેવી રીતે ભારતના વારસાને કેવી રીતે ઓળખ આપી ટુરિઝમ વધારી શકાય તેના પર તેઓ આગામી ત્રણ વર્ષ પ્રમુખ તરીકે ધ્યાન કેન્દ્રિત કરશે. અને સાથે જ પ્રજ્ઞાચક્ષુઓ પણ મ્યુઝિયમમાં આવી બ્રેઇન લિપિથી વારસાને જાણી શકે તે મામલે પણ કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન