મુકાઈ મુશ્કેલીમાં મુનમુન દત્તા - Sandesh
1.6M
1M
1.7M
APPS

મુકાઈ મુશ્કેલીમાં મુનમુન દત્તા

 | 12:17 am IST
  • Share

એક ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બબીતાની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ એક વીડિયો અપલોડ કરતા તેના માટે આ વીડિયો તેના માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક મેકઅપ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે મસ્કારા, લિપ ટિંટ અને બ્લશ લગાવી સુંદર લાગી રહી હતી. વીડિયોમાં તે બોલી રહી હતી હું યુટયૂબ પર આવવાની છું અને હું સુંદર દેખાવા માંગું છું. ત્યારબાદ તેણે એક જાતિનું નામ લઈને કહ્યું હતું કે, તે તેના જેવી નથી દેખાવા માંગે છે. તેના આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા લોકોએ તેને જેલ મોકલવાની માંગ કરી હતી. વિવાદ વકરતો હોવાની જાણ થતા મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.

તેણે સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ શેર કરતાં કહ્યું, આ એક વીડિયોના સંદર્ભે છે, જે મેં પોસ્ટ કર્યો હતો. તેમાં મારા દ્વારા વાપરવામાં આવેલા એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવે છે. મારો ઉદ્દેશ કોઈનું અપમાન કે કોઈની ભાવનાને દુખાવવાનો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન