Mukesh Khanna was outraged when Kangana was given Padma Shri for Jhansi Ki Rani
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઝાંંસી કી રાની માટે કંગનાને પદ્મશ્રી અપાતાં મુકેશ ખન્ના ભડક્યો

ઝાંંસી કી રાની માટે કંગનાને પદ્મશ્રી અપાતાં મુકેશ ખન્ના ભડક્યો

 | 2:16 am IST
  • Share

  • લાકડાંના ઘોડા પર બેસીને પોતાની જાતને ઝાંસીની રાણી માને છેઃ મુકેશ ખન્ના 

  • મુકેશ ખન્નાને તો કંગના પાસેથી અવોર્ડ પાછા લેવાની પણ વાત કરી

કંગના વિરુદ્ધ દેશના અલગ અલગ ભાગમાં એફઆઇઆર દાખલ કરાઈ રહી છે. એક વિવાદ પૂરો નથી થતો તો કંગના બીજા વાદ-વિવાદનો ભોગ બને છે એ તેના કારણે કેટલાય ફિલ્મી સિતારા પણ કંગના પર હવે નિશાનો સાધી રહ્યા છે. હવે કંગના વિરુદ્ધ એક્ટર મુકેશ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે.

મુકેશ ખન્નાએ તેના વીડિયોમાં વીર દાસની સાથે કંગનાને પણ ફટકાર લગાવી છે. મુકેશ ખન્નાને તો કંગના પાસેથી અવોર્ડ પાછા લેવાની પણ વાત કરી છે. મુકેશ ખન્ના વીડિયોમાં કહે છે કે, સર, તમે વીર દાસનો ખુલ્લો વિરોધ કર્યો પરંતુ તેના વિરુદ્ધ તમે કઈ નથી કહ્યું કે, જેણે એવું કહ્યું કે આપણા દેશને આઝાદી ભીખમાં મળી છે. એવા બકવાસ લોકો માત્ર વાહવાહી જ મેળવે છે. હું પુરુષ સાથે લડી શકું છું પરંતુ એક મહિલા સાથે બિલકુલ નથી લડી શકતા, આ મારી ફિતરતમાં જ નથી. હું સામાન્ય રીતે લડવામાં વિશ્વાસ રાખું છું. કેટલાય લોકોએ મને ખોટા સમજવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકો મને કહી રહ્યા છે કે તમે પણ પાર્ટી સાથે જોડાયેલ છે અને તે લોકોને જણાવી દેવામાં માંગીએ છીએ કે દેશ વિરુદ્ધ જે પણ હશે હું તેના વિરુદ્ધ બોલીશ.

મુકેશ ખન્નાએ આગળ કહ્યું કે, એ કહેવું ખોટું છે કે સ્વતંત્રતા આપણને ભીખમાં મળી છે. આ વાત ખૂબ જ ચાપલૂસી ભરી છે. આ પદ્મશ્રી એવોર્ડની સાઇડ ઇફેક્ટ છે. લાકડાંના ઘોડા પર બેસીને પોતાની જાતને ઝાંસીની રાણી સમજે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો