Mumbai crime-branch police arrest Shilpa Shetty's husband Raj Kundra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ

 | 11:17 pm IST
  • Share

મુંબઈની ક્રાઇમ બ્રાંચે સોમવારે રાત્રે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા સામે અશ્લીલ સામગ્રી બનાવવા અને એપ પર પ્રકાશિત કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

રાજ કુંદ્રાને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસનું કહેવું છે કે રાજ કુન્દ્રા સામે તેમની પાસે પૂરતા પુરાવા છે.

જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાંચે અગાઉ રાજ કુંદ્રાને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે, તે ભૂતકાળમાં પણ ઘણા વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહ્યો છે.

રાજ કુન્દ્રા હાલમાં જ તેની પૂર્વ પત્ની કવિતા વિશે કરવામાં આવેલા ઘટસ્ફોટ અંગે ચર્ચામાં રહ્યો હતો. રાજ કુંદ્રાએ જણાવ્યું હતું કે તેની પૂર્વ પત્ની કવિતાના તેના જીજા સાથે અફેર હતું. તેણે કહ્યું હતું કે, મારી માતાએ મારી ભૂતપૂર્વ પત્ની કવિતા અને મારી બહેનના પતિ વંશને ઘણીવાર વાંધાજનક સ્થિતિમાં રંગે હાથ ઝડપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન