Mumbai Rain : Jaslok hospital video viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • મુંબઇ: જસલોક હોસ્પિટલની ગ્રીલ્સનો હવામાં ફંગોળાતો Live Video જોઇ ધ્રુજી ઉઠશો

મુંબઇ: જસલોક હોસ્પિટલની ગ્રીલ્સનો હવામાં ફંગોળાતો Live Video જોઇ ધ્રુજી ઉઠશો

 | 7:59 am IST

મુંબઇમાં એટલો ખતરનાક વરસાદ પડ્યો કે સ્થિતિ નિસર્ગ તોફાનના દિવસ કરતાં પણ ભયાનક હતી. મુંબઇમાં ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદની સાથો સાથ એટલી ઝડપથી પવન ફૂંકાયો હતો કે જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું. પવન એટલી જોરથી ફૂંકાયો કે જશલોક હોસ્પિટલની ગ્રીલ્સ હવામાં ફંગોળાય ગઇ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ સિવાય બોમ્બે શેરબજારની બિલ્ડિંગ પર લાગેલ તેનું બોર્ડ પણ તૂટી ગયું હતું.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2005 જેવો જળપ્રલય આવ્યો છે. 107 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદે ચારેતરફ તારાજી સર્જી છે. કહેવાય છે કે મુંબઇના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમને પણ ઘણું નુકસાન થયું છે. હાલ મુંબઇના ભયંકર વરસાદ બાદ તારાજીના કેટલાંય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જ્યાં જુઓ ત્યાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.

. મુંબઈ તથા પરા વિસ્તારમાં બુધવારે પડેલા મુશળધાર વરસાદને કારણે થાણે અને પાલઘર જિલ્લામાં ઠેરઠેર જળબંબાકાર થતા જનજીવન પર મોટા પાયે અસર પડી હતી. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી થાણે, મુંબઈ અને કોંકણમાં અતિ ભારે વરસાદથી આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન