Muslim Community Apologies For Attack On Team Of Doctors Team Indore
  • Home
  • Corona live
  • ઇન્દોરમાં ડૉકટર્સ પર પથ્થરમારો, મુસ્લિમ સમાજના લોકો શરમજનક, આવી રીતે માંગી માફી

ઇન્દોરમાં ડૉકટર્સ પર પથ્થરમારો, મુસ્લિમ સમાજના લોકો શરમજનક, આવી રીતે માંગી માફી

 | 2:30 pm IST

મધ્યપ્રદેશના ઇન્દોરથી થોડાંક દિવસ પહેલાં એક શરમજનક ઘટના સામે આવી હતી. આ વિસ્તારમાં કોરોના વાયરસના શંકાસ્પદોની તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમ પર પથ્થરમારો થયો હતો. કેવી રીતે બે મહિલા ડૉકટર્સ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા. ઇન્દોરના મિજાજથી ઉલટી આ ઘટનાએ આખા શહેરને શર્મસાર કરી દીધી હતી. બીજીબાજુ એ પથ્થરબાજોની મજમ્મત થઇ જે મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારોમાંથી આવતા હતા. હવે ઇન્દોરની આ ઘટના માટે શહેરના કેટલાંય મુસ્લિમ સંગઠનોએ અખબારમાં જાહેરાત આપીને માફી માંગી છે.

શું લખ્યું છે તેમાં

મુસ્લિમ સમાજની તરફથી આ માફીનામામાં લખ્યું છે કે ડૉ.તુપ્ટિ કટાકિયા, ડૉ.ઝાકિયા સૈયદ, સમસ્ત ડૉકટર્સ, નર્સીસ, મેડિકલ ટીમ, શાસન-પ્રશાસનના સમસ્ત અધિકારી, તમામ પોલીસ કર્મી, આશા-આંગણવાડીના કાર્યકર્તા, સંસ્થાઓ અને સમસ્ત લોકો જે આ આપદાની સ્થિતિમાં બચાવ કાર્યમાં જોડાયેલા છે. અમારી પાસે અલ્ફાજ નથી જેનાથી અમે તમારી માફી માંગી શકીએ, વિશ્વાસ કરો અમે લોકો પણ શર્મસાર છીએ કે દરેક એ અપ્રિય ઘટનાઓ માટે જે જાણે-અજાણે અફવાઓમાં આવીને થઇ. અમે ઇકરાર કરીએ છીએ કે એ રબ બાદ તમે લોકો જ છો જે હંમેશાથી અમારી દરેક બીમારીમાં, દરેક મુશ્કેલ સમયમાં અમારા માટે દિવાલ બનીને ઉભા રહ્યા. આથી આજે અમે દિલથી અમે બધાની માફી માંગીએ છીએ, અમને માફ કરી દેજો. અમે એ સમયમાં પાછા જઇને તેને સુધારી તો શકીએ તેમ નથી પરંતુ વચન આપી શકીએ છીએ કે ભવિષ્યમાં સમાજની દરેક કમીને ખત્મ કરવાની દરેક શકય કોશિષ કરીશું.

18 દર્દી ત્યાંથી કોરોના પોઝિટીવ મળ્યા

ઇન્દોરના જિએ ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં ડૉકટર્સ પર પથ્થરમારો થયો, ત્યાં બીજા જ દિવસે ફરીથી તપાસ માટે બંને લેડી ડૉકટર પહોંચ્યા હતા. બંને એ આ વિસ્તારમાંથી 18 કોરોના સંક્રમિત લોકોને શોધી કાઢ્યા છે. આમ કરીને ડૉકટર્સે એ વિસ્તારના હજારો લોકોની જિંદગી બચાવી છે.

સ્થાનિક લોકોએ પણ માંગી હતી માફી

ગયા બુધવારે પથ્થરમારા બાદ ગુરૂવારના રોજ ત્યાં ડૉકટર્સની ટીમ તપાસ માટે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ પણ તેમની માફી માંગી હતી. સાથો સાથ કહ્યું કે તમે બધા અમારી બહેન જેવા છો, અમને માફ કરી દો. કેટલાંક બાળકોને ગેરસમજના લીધે આવું કરી દીધું છે. તેના માટે અમ લોકો ખૂબ જ શર્મિંદા છીએ. તમે બધા અમારા જીવ બચાવા આવ્યા છો. કહેવાય છે કે ટીમ એ દિવસે એક સમોસાવાળી ચાચીના ઘરે તપાસ કરવા ગઇ હતી, મહિલાના શોરબકોર બાદ સ્વાસ્થ્યકર્મીઓ પર પથ્થરમારો શરૂ થયો હતો.

પથ્થરમારામાં ઘાયલ એક ડૉકટરે કહ્યું કે પહેલાં તો હું ખૂબ જ ડરેલી હતી. તેમણે કહ્યું કે અમે લોકો ત્યાં સ્ક્રીનિંગ માટે ગયા હતા. અમને ત્યાં પોઝિટિવ કોન્ટેકટની હિસ્ટ્રી મળી હતી. આથી ત્યાં જોવા ગયા હતા. અમે લોકોએ જેવી જ પૂછપરચ્છ શરૂ કરી ત્યાં હાજર લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. ડૉકટર તૃપ્તિ કટારિયાએ કહ્યું કે મારી સાથે ડૉકટર ઝાકિયા અને એએનએમની ટીમ હતી. ડૉકટરે કહ્યું કે ત્યાંની સ્થિતિ એટલી ખરાબ હતી કે અમે લોકો જીવ બચાવી ભાગી શકતા નહોતા. તેમણે કહ્યું કે અમે લોકોએ પહેલાં ત્યાં એકનું સ્ક્રીનિંગ કર્યું હતું. પરંતુ અચાનક શું થયું કે ખબર જ ના પડી.

આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 13.47 લાખને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન