'Muslims wake up now, take your weapons and go out of your house'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભુજની મસ્જિદમાં મધ્યરાત્રિએ એલાન, ‘મુસ્લિમો હવે જાગી જાઓ, હથિયારો લઈ પોતપોતાના ઘરની બહાર નીકળો’

ભુજની મસ્જિદમાં મધ્યરાત્રિએ એલાન, ‘મુસ્લિમો હવે જાગી જાઓ, હથિયારો લઈ પોતપોતાના ઘરની બહાર નીકળો’

 | 7:17 am IST
  • Share

ભુજના કોડકી રોડ પર બકાલી કોલોનીમાં આવેલી મસ્જિદમાં સંજોગનગરનો શખસ રાત્રે જઈને સમય વગર અઝાન પોકારી અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું ઉશ્કેરણીજનક ભાષણ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરીને બનાવ અંગેની તપાસ શરૂ કરી છે.

શહેરના કોડકી રોડ બકાલી કોલોનીમાં ‘મસ્જિદે ઈમામે રબ્બાની’ મસ્જિદમાં રાત્રિના ૨:૨૦ કલાકે આ ચકચારી બનાવ બન્યો હતો. મામદ અબ્દુલ્લા લુહાર (રહે. સંજોગનગર, કાંતિ રોટીની બાજુમાં, ભુજ)એ મસ્જિદમાં દાખલ થઈને મસ્જિદના માઈક ઉપરથી અઝાનના સમય વગર અઝાન પોકારી અને બાદમાં અઝાન પૂરી થયા બાદ મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાય અને બે કોમના લોકો વચ્ચે વિખવાદ કે દુશ્મનાવટની લાગણી ફેલાવવાના તથા અરાજકતા સર્જાવાના ઈરાદે ઉશ્કેરણીજનક ભાષણ કરી ગુનો આચર્યો હતો.

યુવાન મસ્જિદની અંદર માઈક પરથી રાત્રિના ૨:૨૦ વાગે ‘હું કચ્છનો રાજા છું, મુસ્લિમો જાગી જાઓ અને હથિયારો લઈને પોતાના ઘરની બહાર નીકળો’ તેવું ભાષણ આપતાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને સુરક્ષા એજન્સીઓ સહિતનાઓમાં દોડધામ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન