Boyfriend Asked Me To Enjoy With His Friends After Having Sex After The Party
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બોયફ્રેન્ડે પાર્ટી બાદ સેક્સ માણ્યા પછી મને તેના ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા કહેતાં મેં બ્રેકઅપ કરતા હવે માફી માગે છે

બોયફ્રેન્ડે પાર્ટી બાદ સેક્સ માણ્યા પછી મને તેના ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા કહેતાં મેં બ્રેકઅપ કરતા હવે માફી માગે છે

 | 7:30 pm IST
  • Share

યુવક-યુવતીઓ કોલેજમાં દાખલ થાય ત્યારથી જ તેઓ કોઈ બીજી દુનિયામાં આવ્યાં હોય એવું માનવા માંડે છે

સંદેશની પૂર્તિઓની પ્રશંસા સાંભળીને મેં સંદેશ વાંચવાનું શરૂ કર્યું છે. આમ તો ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કર્યો હોવાથી મારા માટેે ઇંગ્લિશ પેપર વાંચવાનું સ્વાભાવિક હતું, પરંતુ ગુજરાતી ભાષા મને બહુ જ ગમે છે, એટલે સંદેશ વાંચવામાં કોઈ તકલીફ પડતી નથી. થોડા વખત પહેલાં જ અમારા એક ફ્રેન્ડની સમસ્યા તમે હલ કરી આપી હતી. ત્યારબાદ અમે બધા એક દિવસ એક પાર્ટીમાં ગયા હતા. એમાં મારા બોયફ્રેન્ડ યેશુ (નામ બદલ્યું છે) સાથે ખૂબ મજા માણી હતી. યેશુ સાથે મને ત્રણેક વર્ષથી લવ છે. એ પાર્ટી એક ફાર્મહાઉસમાં હતી અને તે રાતે ખૂબ નાચગાન બાદ યેશુ અને મેં એક રૂમમાં એકાંતમાં ફિઝિકલ રિલેશન બાંધ્યું હતું. યેશુ ત્યારબાદ બીજા ફ્રેન્ડ્સ પાસે જતો રહ્યો હતો. એકાદ કલાક બાદ આવ્યો, હું ઊંઘી ગઈ હતી તો મને જગાડી એણે જે કહ્યું એથી હું સમસમી ગઈ હતી. એણે મને તેના બે ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા કહ્યું હતું. મેં એની એ વાત સાંભળીને તેને બે ચાર તમાચા મારી દીધા અને અન્ય ગર્લ્સ હતી ત્યાં જતી રહી હતી. ત્યારબાદ મેં જ એની સાથે બ્રેકઅપ કરી નાખ્યું. એ બેત્રણ વાર મને આવીને હાથ જોડીને માફી માંગી ગયો છે અને એણે જે બેહૂદી વાત કરી હતી તે નશામાં કરી હોવાનું કહી ફરી ફ્રેન્ડશિપ શરૂ કરવા કહે છે. એ મને પહેલેથી ખૂબ જ ગમે છે અને તેને લવ કરતી હોવાથી ફિઝિકલ રિલેશન બાંધ્યું. મને તેના પર દયા આવે છે. હું એને માફ કરી ફરી ફ્રેન્ડશિપ-લવ કરવા માંગુ છું, તો એ બરોબર છે કે નહીં? એ મને જણાવવા વિનંતી.

નીવા (નામ બદલ્યું છે)

તારો ઈ-મેઇલ ખૂબ લાંબો છે. તેં એ કોઈ સ્ટોરી હોય એવી રીતે રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ માંગ્યો છે. તારી સમસ્યા ખૂબ ગંભીર છે. આજકાલ કોલેજીસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શું કરે છે તે તારી સમસ્યા પરથી જાણી શકાય છે. તારી અને યેશુ વચ્ચે ફ્રેન્ડશિપ થવી અને તે લવ સુધી પહોંચવી એ સ્વાભાવિક છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાર્ટીઓ યોજવી સાવ સામાન્ય બાબત છે, પરંતુ આ પાર્ટીઓ રેવ પાર્ટીઓ બનવા માંડી છે, તે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. લિકર અને ડ્રગ્સનો આવી પાર્ટીઓમાં ખૂબ ઉપયોગ થતો હોય છે. યુવાઓ દ્વારા ખૂબ સારી રીતે અભ્યાસ કરીને કરિયર બનાવવા માટે સખત મહેનત કરવાને બદલે ખાઓ, પીઓ, મોજ કરો એવી નીતિ અપનાવી જિંદગી બરબાદ કરવાની પ્રવૃત્તિ ખૂબ વખોડનીય છે. હકીકતમાં કોલેજીસમાં, યુનિર્વિસટીઓમાં આ દૂષણો સામે જાગૃતિ કેળવવા ખાસ અભિયાન છેડવું જરૂરી છે. બાર, ડિસ્કો થેક, રેવ પાર્ટીઓ, ડ્રગ્સનું સેવન, સ્મોકિંગ વગેરેથી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અલિપ્ત રહે તે માટે ખાસ ક્લાસીસ રાખવા જોઈએ. તે પર પ્રતિબંધ તો હોય જ છે, પણ તેનો કડક અમલ થવો જરૂરી છે. યુવક-યુવતીઓ કોલેજમાં દાખલ થાય ત્યારથી જ તેઓ કોઈ બીજી દુનિયામાં આવ્યાં હોય એવું માનવા માંડે છે. સ્વચ્છંદી, સ્વૈરવિહારી બનવાનો જાણે પરવાનો મળી ગયો હોય તેમ વર્તેે છે. આવા વાતાવરણમાં તમારું ફ્રેન્ડ્સ સર્કલ આવી પાર્ટીઓ કરે એમાં નવાઈ નથી. તારા કેસમાં સૌથી મોટી ચિંતનીય બાબત એ છે કે પાર્ટી પતાવી તેં અને તારા ફ્રેન્ડ યેશુએ શરીરસુખ માણ્યું. તમારા બંને વચ્ચે લવ હોય તો પણ મેરેજ પહેલાં આ રીતે ફિઝિકલ રિલેશન બાંધવા જરાય યોગ્ય નથી. તારો બોયફ્રેન્ડ-લવર યેશુ તો તારા શરીરને ભોગવવા ઇચ્છે પણ તારે તેની ઈચ્છાને વશ થવું એ તારી ઇચ્છા પણ દર્શાવે છે. તારી સમસ્યાની સૌથી ઘૃણાસ્પદ બાબત એ છે કે તારા લવર યેશુએ તને એના બે ફ્રેન્ડ્સ સાથે પણ શરીરસુખ માણવા કહ્યું! એ તારો ફ્રેન્ડ-લવર છે તો એના મનમાં આવો વિચાર આવ્યો જ કેમ? ધારો કે તેના બે ફ્રેન્ડ્સે તેના પર દબાણ કર્યું હોય, મિત્રતાની દુહાઈ આપી હોય તો પણ એ તેઓની આવી વાત સાંભળી જ કઈ રીતે શકે? તેણે સૌપ્રથમ તો એ મિત્રોને જ ફટકારવા જોઈતા હતા, પરંતુ તેના બદલે એ તો તારી પાસે આવી હલકટ પ્રપોઝલ લઈને આવ્યો? આવી નીચી, હલકી વિકૃત માનસિકતા ધરાવતા યુવકો સાથે ફ્રેન્ડશિપ રખાય જ નહીં. તેં તારા ફ્રેન્ડ યેશુને ફટકાર્યો અને તેની સાથે તરત જ સંબંધ તોડી નાખી બ્રેકઅપ કર્યું એ સરાહનીય પગલું છે. તેં યેશુ સાથે શરીરસંબંધ બાંધ્યો તે કોઈ પણ રીતે માફીને લાયક નથી. તું ખુદ પણ ગુનેગાર છે. હવે તને તારા ફ્રેન્ડ યેશુ પ્રત્યે ફરી લાગણી ઝણઝણી છે. એણે તારી માફી માંગી, એણે નશામાં એ ભાન ભૂલ્યો અને આવી બેહૂદી માંગણી કરી બેઠો એવું જણાવી દુઃખ વ્યક્ત કર્યું અને માફી માગી. આમ તો તેને માફ કરવાનું મન થાય, પરંતુ તારા માટે એ યોગ્ય નથી. એ નશાનું બહાનું દર્શાવે છે, એટલે તે તમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયા પછી પોત નહીં પ્રકાશે એમ કહી શકાય એમ છે ખરું?

તને યેશુ પ્રત્યે ગમે તેટલી પ્રેમની કૂણી લાગણી હોય તો પણ તું તેના તરફ લક્ષ આપતી જ નહીં. તેને ખૂબ જ ખખડાવીને ક્યારેય નહીં મળવા કહી જ તું તેની સાથે કાયમ માટે સંબંધ તોડી નાખજે. તારા ઈન્કાર પછી એ રઘવાયો બની તને ધમકાવવા, બ્લેકમેઈલ કરવા પ્રયાસ કરે એવી શક્યતા છે, એથી તું જરાય ગભરાતી નહીં. જરૂર પડે તો તારા ફેમિલીનો સહયોગ મેળવજે અને પોલીસની સહાય લેજે! કોઈ દબાણને વશ થતી નહીં. તને યેશુ પ્રત્યે પ્રેમની લાગણી છે તે સમજી શકાય એમ છે, પરંતુ તારે એ આખા પ્રકરણને દુઃસ્વપ્ન માની ભૂલી જજે. કોઈ યોગ્ય પાત્ર મળે તેની સાથે જીવનની નાવ આગળ વધારજે! બાકી યેશુને તો હવે તારા જીવનમાં સ્થાન આપવાની ભૂલ કરતી જ નહીં. ભલે તે ગમેતેટલી માફી માંગે, તને કરગરે તો પણ હવે તું તેની માફી એક્સેપ્ટ ન કરતી, કારણ કે અત્યારે એક્સેપ્ટ કરેલી માફી કાલ સવારે કાંટો બનીને તારા દિલ અને દિમાગ બંને ઉપર ચુભશે. જો તે વ્યક્તિ સારી હોય તો તેણે આમ કર્યું જ ન હોત, આ હંમેશા યાદ રાખસજે.         

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો