My boyfriend forces me to have physical relationship, what to do?
  • Home
  • Supplements
  • Nari
  • મારો પ્રેમી સંબંધ બાંધવા ફોર્સ કરે છે, શું કરવું? 

મારો પ્રેમી સંબંધ બાંધવા ફોર્સ કરે છે, શું કરવું? 

 | 6:45 pm IST
  • Share

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 25 વર્ષ છે. હું એક છોકરાને પ્રેમ કરું છું, તે પણ મને કરે છે. તે મને અવારનવાર શારીરિક સંબંધ બનાવવાનો ફોર્સ કરે છે. અમારે એકબીજા સાથે લગ્ન તો કરવાનાં છે તે નક્કી છે તેમ છતાં મને ડર લાગે છે. મને તેની સાથે સંબંધ બનાવવાની ઇચ્છા તો છે પણ બે વાતનો ડર છે. એક તો પહેલાં હું ઘણી જાડી હતી, મેં ડાયટ કરીને વજન ઉતાર્યું હતું, વજન ઊતરી ગયા બાદ પગ ઉપર સાથળના ભાગમાં સ્ટ્રેચમાર્ક્સ છે. આ સ્ટ્રેચમાર્ક્સ જો તે જોશે તો તેને નહીં ગમે તો, એ વાતનો ડર છે. બીજી વાત લગ્ન પહેલાં સંબંધ બાંધવામાં કદાચ ગર્ભ રહી જશે તો એ વાતનો ડર છે. મારે શું કરવું જોઇએ? અને સૌપ્રથમ મને સાથળના સ્ટ્રેચમાર્ક્સ દૂર કરવાની કોઇ દવા બતાવશો.

જવાબ : તમારો ડર સાચો છે, લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો સેફ નથી. તેમાં ગર્ભ રહી જવાનો ભય રહે છે. માટે તમારો એ ડર વાજબી છે. રહી વાત સાથળના સ્ટ્રેચમાર્ક્સની તો તમે ડાયટથી વજન ઘટાડો એટલે સાથળની તંગ થયેલી ચામડી શિથિલ થતી હોય છે. એ ચામડી શિથિલ થવાથી ત્યાં સ્ટ્રેચમાર્ક્સ થતા હોય છે. તેને દૂર કરવા તમારે કસરત કરવી પડશે, કસરત કરશો તો શિથિલ થયેલી ચામડી તંગ થશે જેને કારણે સ્ટ્રેચમાર્ક્સ દૂર થશે. બીજી વાત કે જો તમારા બોયફ્રેન્ડને તમારા માટે ખરી લાગણી હશે તો તમારા સ્ટ્રેચમાર્ક્સથી તેની લાગણીમાં સહેજ પણ ઓટ નહીં આવે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 21 વર્ષ છે. છેલ્લા ઘણા સમયથી મેં માર્ક કર્યું છે કે મને સ્ત્રીઓમાં રસ નથી રહ્યો. હું મારી સાથે ભણતી છોકરીઓને જોઇને કે તેમના વિચારો કરીને ઉત્તેજિત નથી થતો. હું પોર્ન ફિલ્મો જોઉં છું તો પણ ઉત્તેજના નથી થતી, તેનાથી તદ્દન ઊલટું મને દેખાવડા છોકરાઓ જોઇને ઉત્તેજના થાય છે, તેમને અડવાનું, તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાનું મન થાય છે. મારામાં આવેલા આ બદલાવને હું સમજી તો ગયો છું, પણ સમાજની દ્રષ્ટિએ  સાચું નથી, મને ડર લાગે છે. ઘરમાં પણ લોકો મને આવા રૂપે નહીં સ્વીકારે. મને એવી કોઇ દવા જણાવશો જેનાથી મારી આ તકલીફ દૂર થાય.

જવાબ : આ કોઇ સમસ્યા નથી. તમે નાહકના ગભરાવ છો, અલબત્ત, સમાજમાં પહેલાં આ વાતને સ્વીકારાતી નહોતી, પણ ધીરેધીરે લોકો આ હકીકત સ્વીકારતાં થયા છે. આ જિનેટિક હોય છે. ગે હોવું એ કોઇ બીમારી નથી કે જેની દવા બજારમાં મળતી હોય. માટે તમે વધારે વિચાર ન કરો. તમે જેવા છો તે જ સ્વરૂપે તમારી જાતને સ્વીકારો, જો તમે સ્વીકારશો તો દુનિયા પણ તમને સ્વીકારશે જ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 23 વર્ષ છે. મારી સમસ્યા અટપટી છે. મારે બ્રેસ્ટની સાઇઝ નાનીમોટી છે. મારી ડાબી તરફની બ્રેસ્ટ જમણી બ્રેસ્ટ કરતાં થોડી નાની છે. હું અરીસા સામે ઊભી રહીને જોવું તો તે સ્પષ્ટપણે દેખાય છે. મને આ કારણે ડર લાગે છે. મારા ભાવિ પતિને આ વિશે ખબર પડશે તો તેઓ શું વિચારશે? તેમને હું નહીં ગમું તો?

મને કોઇ દવા જણાવશો જેને લગાવવાથી એક બ્રેસ્ટ જે નાની છે તે સરખી થઇ જાય.

જવાબ : બહેન, તમારી જેમ જ ઘણીખરી છોકરીઓને આ સમસ્યા સતાવતી હોય છે. ઘણી સ્ત્રીઓને બંને બ્રેસ્ટની સાઇઝ નાનીમોટી હોય છે. આ કોઇ સમસ્યા નથી. તમે આવનાર સમયની ચિંતા ન કરો, રહી વાત દવાની તો એવી દવા હજી સુધી નથી બની જે સાઇઝને વધારી શકે. તમે છાપાંમાં કે ટીવીમાં જાહેરખબર જોતા હશો પણ આ જાહેરખબરમાં તથ્ય નથી હોતું. આવાં ક્રીમ બહુ પરિણામ નથી આપતાં. માટે આવાં ક્રીમ પાછળ કે દવા પાછળ પૈસા ખર્ચવાનો કોઈ મતલબ નથી.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 17 વર્ષ છે. મારા ઘર નજીક રહેતા એક છોકરા સાથે મારે રિલેશન છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેણે હમણાં થોડા સમય પહેલાં મને કિસ કરી હતી. આ અમારી પહેલી કિસ હતી. પણ તેણે કિસ કરી તે પછીથી મારી વજાઇનામાંથી પાણી નીકળ્યું હતું, એટલું જ નહીં મને પગ પણ દુઃખવા લાગ્યા હતા. મારે જાણવું છે કે આવું કેમ થયું હશે?

જવાબ : વિજાતીય આકર્ષણ થાય અને ગમતી વ્યક્તિ અડે ત્યારે ઉત્તેજના થાય જ. આ ઉંમરે આ આકર્ષણ ઘણું હોય. તેવા સમયે વિજાતીય સ્પર્શ ખૂબ જ રોમાંચક લાગતો હોય છે. તે સ્પર્શના કારણે તમને રોમાંચ થયો હશે, આ નિકટતાને કારણે વજાઇના વેટ થઇ હોય, આ વિશે ગભરાવાની જરૂર નથી. તે વેટ થવાને કારણે જ પગમાં દુઃખાવો થયો છે. આવું થવું સામાન્ય છે, પણ લગ્ન પહેલાં અને આ ઉંમરે આ રીતે નિકટતા કેળવવી યોગ્ય નથી, માટે હાલ ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. સારા સારા પુસ્તકો વાંચો, મન આર્ટ ઉપર કેન્દ્રિત કરો, હાલ આ વિચારો કરવા યોગ્ય નથી, મારી સલાહ તમને આ જ રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો