Narendra Modi is the most searched person on Yahoo search engine
  • Home
  • India
  • યાહૂ સર્ચ એન્જિન ઉપર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા આ ભારતીય

યાહૂ સર્ચ એન્જિન ઉપર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા આ ભારતીય

 | 10:52 pm IST
  • Share

  • યાહૂ દ્વારા 2021 ઈયર ઈન રિવ્યૂની જાહેરાત

  • ક્રિકેટર વિરાટ કોહલી આ સર્ચિંગમાં બીજા ક્રમે રહ્યો

  • પશ્ચિમ બંગાળના સીએમ મમતા ત્રીજા ક્રમે રહ્યાં

સર્ચ એન્જિન યાહૂ દ્વારા તાજેતરમાં 2021ના સૌથી વધારે સર્ચ થયેલા વ્યક્તિ, ઘટનાઓ, સેલેબ્સ અને ઉદ્યોગપતિઓ તથા અનેક બાબતોની યાદી જાહેર કરવામાં આવી હતી. યાહૂ દ્વારા 2021 ઈયર ઈન રિવ્યૂની જાહેરાત કરાઈ જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાને હતા. તેમના વિશે વર્ષ દરમિયાન સૌથી વધારે સર્ચિંગ થયું હતું.

બીજી તરફ ખેડૂત આંદોલન અને આર્યન ખાન, ડ્રગ્સ કેસ, પોર્ન કેસ, રાજ કુંદ્રા જેવા મુદ્દા પણ વર્ષ દરમિયાન સતત સર્ચિંગમાં રહ્યા હતા. યૂઝર્સ દ્વારા રોજિંદી રીતે જે બાબતો સર્ચ કરવામાં આવે છે તેના પગલે નેતાઓ, સેલેબ્સ, ઘટનાઓ, ન્યૂઝમેકર્સ અને અન્ય બાબતોની યાદી બનાવવામાં આવે છે. આ વખતે પણ પીએમ મોદી ટોપ સર્ચ લોકોમાં મોખરે છે. વિરાટ કોહલી આ વખતે સતત ન્યૂઝમાં હતો અને તે બીજા સ્થાને આવ્યો છે જ્યારે બંગાળની ચૂંટણીમાં વિજય મેળવીને સત્તા ઉપર રહેનારા મમતા બેનરજી ત્રીજા ક્રમે રહ્યાં છે.

નેતાઓમાં પણ પીએમ મોદી મોખરે

2021માં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા રાજનેતાઓમાં પણ પીએમ મોદી ટોચના સ્થાને છે. મમતા બેનરજી આ વખતે બીજા ક્રમે આવી ગયા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી અને તેના પરિણામોને પગલે મમતા બેનરજીને ફાયદો થયો છે. ત્યારબાદ ત્રીજા ક્રમે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ છે. પંજાબ ચૂંટણીને કારણે કેજરીવાલને આ વખતે ફાયદો થયો છે. પાંચમા ક્રમે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે.

ખેડૂત આંદોલન ટોપ ન્યૂઝ મેકર

વર્ષ દરમિયાન ટોપ ન્યૂઝ મેકર મુદ્દે આ વખતે ખેડૂત આંદોલન મોખરે રહ્યું છે. બીજી તરફ આ યાદીમાં આર્યન ખાનને આ વખતે એન્ટ્રી મળી છે. ડ્રગ્સ કેસને પગલે તેને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને પણ લોકોએ ખૂબ યાદ કર્યો હતો. તે આ યાદીમાં ચોથા ક્રમે રહ્યો હતો. પોર્ન કેસમાં ફસાયેલા રાજ કુંદ્રાને ન્યૂઝ મેકરમાં ત્રીજું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહ 9મા ક્રમે આવ્યા હતા. તે ઉપરાંત બ્લેક ફંગસ પાંચમા ક્રમે અને અફઘાનિસ્તાન સંકટ 10મા ક્રમે રહ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લા સૌથી વધુ સર્ચ થયેલો સેલેબ

યાહૂની આ યાદીમાં સૌથી વધુ સર્ચ થયેલા સેલેબ્સમાં સિદ્ધાર્થ શુક્લા ટોચના ક્રમે રહ્યો હતો. ત્યારબાદ સલમાન ખાન બીજા અને અલ્લુ અર્જુન ત્રીજા ક્રમે રહ્યો હતો. પુનીત રાજકુમાર ચોથા સ્થાને અને દિલીપકુમાર પાંચમા ક્રમે રહ્યા હતા. તેવી જ રીતે અભિનેત્રીઓમાં કરીના કપૂર ટોચના સ્થાને રહી હતી. પોતાના બીજા દીકરાના જન્મ અને પુસ્તકને પગલે તે સતત ચર્ચામાં હતી. કેટરિના કૈફ લગ્ન, અંગત ન્યૂઝ અને સૂર્યવંશીને પગલે બીજા ક્રમે આવી હતી. પ્રિયંકા ચોપરા ત્રીજા જ્યારે આલિયા ભટ્ટ ચોથા અને દીપિકા પાદુકોણ પાંચમા ક્રમે આવી હતી. આ યાદીમાં સમાંથા રૂથ પ્રભુ 10મા ક્રમે રહી હતી જે આ યાદીમાં નવી એન્ટ્રી હતી.

એલન મસ્ક સૌથી વધુ સર્ચ થયા

બિઝનેસ સેગમેન્ટ ઉપર નજર કરીએ તો આ વખતે સમગ્ર વર્ષ દરમિયાન એલન મસ્ક દુનિયામાં અને મુકેશ અંબાણી ભારતમાં ચર્ચામાં રહ્યા હતા. યાહૂની આ યાદીમાં પણ એલન મસ્કે આ વખતે મુકેશ અંબાણીને પાછળ છોડીને પહેલું સ્થાન લઈ લીધું છે. મુકેશ અંબાણી સર્ચિંગ મામલે બીજા ક્રમે આવ્યા છે. ત્યારબાદ બિલ ગેટ્સ અનેક વિવાદોને પગલે ત્રીજા ક્રમે રહ્યા હતા. એર ઈન્ડિયાથી લાઈમ લાઈટમાં આવનારા રતન તાતા ચોથા અને બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા પાંચમા ક્રમે આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો