nasa asteroid spacecraft lucy launches this week
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • NASA આજે રચશે ઈતિહાસઃ પહેલી વાર સૌરમંડળથી બહાર જશે યાન

NASA આજે રચશે ઈતિહાસઃ પહેલી વાર સૌરમંડળથી બહાર જશે યાન

 | 6:15 pm IST
  • Share

  • 7387 કરોડ રૂપિયાના ખર્ચે NASA આજે રચશે ઈતિહાસ

  • પહેલી વાર સૌરમંડળથી બહાર જશે યાન

  • મિશનનું નામ છે લૂસી એસ્ટેરોઈડ સ્પેસક્રાફ્ટ

આ મિશન માટે કુલ 7387 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે

અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)એસ્ટેરોઈડ્સના સ્ટડી માટે એક અઠવાડિયામાં એક મોટું મિશન લોન્ચ કરશે. તેનં નામ છે લૂસી એસ્ટેરોઈડ સ્પેસક્રાફ્ટ. તે અંતરિક્ષમાં જઈને પ્રાચીન એસ્ટોઈડ્સનો સ્ટડી કરશે અને સૌર મંડળની ઉત્પત્તિના રહસ્યોને ઉજાગર કરશે. આ મિશન માટે કુલ 7387 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.

આજથી 3 દિવસ બાદ નાસા લોન્ચ કરી શકે છે આ સ્પેસક્રાફ્ટ

3 દિવસ બાદ એટલે કે 16 ઓક્ટોબરથી આ મિશન શરૂ થશે. લૂસીને સૌર મંડળથી બહાર જવામાં 12 વર્ષનો સમય લાગશે. આ મિશન 12 વર્ષ માટે છે. આ સમયે તે અડધાથી વધારે ટ્રોઝન એસ્ટેરોઈડ્સની આસપાસથી નીકળશે.

આ મિશનમાં પહેલી વાર થશે કેટલાક ખાસ કામ

લૂસી પહેલીવાર બૃહસ્પતિ ગ્રહના એસ્ટેરોઈડ્સ બેલ્ટથી જોડાશે. પહેલીવાર કોઈ સ્પેસક્રાફ્ટ સૌરમંડળની બહાર મોકલવામાં આવી રહ્યું છે. પહેલી વાર સૌરમંડળ અને બ્રહ્માંડના પ્રાચીન ઈતિહાસને માટે કોઈ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આવું પહેલીવાર છે કે એક મિશનથી અનેક કામ કરી શકાશે.

નાસાએ કહ્યું કે લૂસી અંતરિક્ષની પ્રાચીનતાને વિશે જણાવશે. ગ્રહોની ઉત્પત્તિ અને એસ્ટેરોઈડ્સની સ્થિતિની જાણકારી પણ આપશે. લૂસી નામ 32 લાખ વર્ષ જૂના માનવ કંકાલ પરથી અપાયું છે. તે કંકાલથી માણસોની ઉત્પત્તિનો ખ્યાલ આવ્યો છે અને સાથે સતત વિકાસની એક નવી પરિભાષા સામે આવી હતી. વૈજ્ઞાનિકનું કહેવું છે કે અંતરિક્ષના એસ્ટેરોઈડ્સ કોઈ હીરાથી ઓછા નથી. તેની સ્ટડી કરીને મોટા ગ્રહોની સંચરના જાણી શકાય છે કે સૌરમંડળ કેવી રીતે બન્યું છે અને તેમાં કઈ ચીજની જરૂર પડી હતી.

લૂસી 12 વર્ષમાં કરશે આ કામ

લૂસી સ્પેસક્રાફ્ટ 12 વર્ષની યાત્રાના સમયમાં લગભગ 8 એસ્ટેરોઈડ્સની મુલાકાત લઈને તેનો સ્ટડી કશે. આ સમયે તે 3 વાર ધરતીની નજીક આવશે. જેમાં 2 વાર સૌર મંડળની અંદરથી અને ત્રીજી વાર સૌર મંડળની બહારથી આવશે. 8 એસ્ટેરોઈ્ડસના સ્ટડીમાં 7 ટ્રોજન એસ્ટેરોઈ્ડ્સ છે અને 4 ટ્રોઝન એસ્ટેરોઈડ્સ જોડવામાં આવ્યા છે. લૂસી એક વખતે 2 એસ્ટેરોઈડ્સનો સ્ટડી કરશે અને સાથે 2 એસ્ટેરોઈડ્સના ફોટો મોકલશે.

સૌર મંડળની બહાર જતા પહેલા કરશે આ એસ્ટેરોઈડ્સનો સ્ટડી

52246 – ડોનાલ્ડજોન્સન
3547 – યૂરીબેટ્સ અને ઉપગ્રહ ક્વેટા
15094 – પોલીમેલે
11351 લિયુક્સ
21900- ઓરસ
617 – પેટ્રોક્લસ/ મેનોઈટિયસ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો