NASA Posts Incredible Image Of Cosmic Hand
  • Home
  • Featured
  • બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘હૅન્ડ ઓફ ગૉડ’, NASAએ શેર કરી તસવીરો

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘હૅન્ડ ઓફ ગૉડ’, NASAએ શેર કરી તસવીરો

 | 4:10 pm IST
  • Share

  • NASAએ NASA Chandra X-ray Observatoryના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી નેબ્યુલા એનર્જીની તસવીરો
  • તસવીરોમાં સોનેરી રંગનું જોવા મળતું હાથના આકારનું સ્ટ્રક્ચર નેબ્યુલા ઉર્જાનું
  • આ નેબ્યુલાને ‘હૅન્ડ ઓફ ગૉડ’ તરીકે પણ ઓળખાય છે

જો તમે એવી વ્યક્તિ હોવ કે જેને અવકાશની રસાયણશાસ્ત્ર વિશે જાણવામાં રસ હોય અને અવકાશની બીજી વસ્તુઓ જોવામાં રસ હોય તો અમેરિકન સ્પેસ એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરો જોઈને તમને મજા આવી જશે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ ‘નેબ્યુલા એનર્જી’ની તસવીરો તેમના NASA Chandra X-ray Observatoryના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટ જોઈને યુઝર્સ મંત્રમુગ્ધ થઇ ગયા છે.

જણાવી દઈએ કે નાસાએ સોશિયલ મીડિયા પર અવકાશની એક તસવીર પોસ્ટ કરી છે, જે એક હાથ જેવો આકાર ધરાવતા સ્ટ્રકચરની છે. નાસાએ આ તસ્વીર પોસ્ટ કરીને લખ્યું છે ‘હૅન્ડ ઓફ ગૉડ’. આ તસ્વીરમાં અવકાશની ગાઢ કાળી પૃષ્ઠભૂમિ પર સોનેરી સ્ટ્રકચર દેખાય છે જે હાથ જેવું લાગે તેવી ગોઠવણ ધરાવે છે. એટલે જ તેને ‘હૅન્ડ ઓફ ગૉડ’ કહેવાયું છે.

આ પોસ્ટ શેર કરતા નાસાએ લખ્યું – “આ તસવીરોમાં સોનેરી રંગનું જોવા મળતું હાથના આકારનું સ્ટ્રક્ચર નેબ્યુલા ઉર્જાનું છે અને પલ્સર તારાના વિસ્ફોટ પછી પલ્સીયર દ્વારા પાછળ છૂટી ગયેલા પાર્ટિકલ્સનો છે. PSR B1509-58 તરીકે ઓળખાતા પલ્સરનો વ્યાસ લગભગ 19 કિલોમીટર (12 માઇલ) છે અને તે પ્રતિ સેકન્ડ લગભગ 7 વખત ફરતો હોય છે!

જ્યારે એક યુઝરે આ હાથની આકારના નેબ્યુલા વિશે પૂછ્યું ત્યારે નાસાના ઇન્સ્ટાગ્રામ પેજે જવાબ આપ્યો – પોસ્ટમાં પ્રથમ તસવીર લગભગ 230 પ્રકાશ-વર્ષ દૂર છે. સર્કિનસ નક્ષત્રમાં આવેલ PSR B1509-58 પૃથ્વીથી લગભગ 17,000 પ્રકાશ-વર્ષ સ્થિત છે. નાસાએ એ પણ પુષ્ટિ કરી કે નેબ્યુલાને ‘હૅન્ડ ઓફ ગૉડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પોસ્ટ થયા બાદ તેને 24,000થી વધુ લાઈક્સ અને ઘણી કૉમેન્ટ્સ મળી છે. યુઝર્સે તેને જોયા બાદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ તસવીરને ‘હૅન્ડ ઓફ ગૉડ’ તરીકે ગણાવી જ્યારે કેટલાક લોકોએ આશ્ચર્યજનક દ્રશ્યો શેર કરવા બદલ નાસાનો આભાર માન્યો, અન્ય એક ઇન્સ્ટાગ્રામરે કહ્યું, ‘ખરેખર આશ્ચર્યજનક! હું તેને 10 મિનિટથી જોઈ રહ્યો છું,’ બીજા યુઝરે લખ્યું, ‘ગુડનેસ અમે અહીં નસીબદાર છીએ!’ જ્યારે ત્રીજા વ્યક્તિએ વ્યક્ત કર્યું, ‘તે ઉડતા પક્ષી જેવું લાગે છે.’ અન્ય વ્યક્તિએ કહ્યું, ‘હું એક લાંબા નાકવાળો વિદુષક જોઈ રહ્યો છું.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો