Nasty demand from a woman delivering tiffin to the home of the poor in the Corona epidemic
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાકાળમાં ગરીબના ઘરે ટીફીન અને અનાજ પહોંચાડતી મહિલા પાસે બિભત્સ માંગણી

કોરોનાકાળમાં ગરીબના ઘરે ટીફીન અને અનાજ પહોંચાડતી મહિલા પાસે બિભત્સ માંગણી

 | 4:44 pm IST
  • Share

શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતા અને ગરીબ પરિવારને ભોજન કરાવતા મહિલા સામાજીક કાર્યકરને છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ મોબાઈલ પરથી વીડીયો કોલ તેમજ વોટ્સએપ દ્વારા બિભત્સ માંગણી કરી ગાળો આપી અજાણ્યો શખસ જાતીય સતામણી કરતો હોવાની સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા મથામણ કરી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીમાં મેડિકલ સહાય તેમજ અનાજ વિતરણ અને ગરીબ વૃધ્ધોને ઘરે ટીફીન પહોંચાડવાનું કામ કરતી મહિલા સામાજીક કાર્યકરને તા. 23/3ના રોજ રાત્રીના 11.30 વાગ્યે અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ વીડીયો કોલ આવેલો જેની સાથે વાત કરતા તેને બિભત્સ માંગણી કરતા તેને ફોન કટ કરી નાખ્યો હતો જેથી અજાણ્યા શખસે સોરી હવે માફ કરો સહિતના કેટલાક મેસેજ કરી હેરાન-પરેશાન કરતો હોવાનું તેમજ તા. 29/3ના રોજ સવારે 10 વાગ્યે અન્ય અજાણ્યા નંબર પરથી મેસેજ આવતા જે મેસેજ બિભત્સ હોય જેથી મે તે નંબર બ્લોક કરી દીધો હોય તેને ટેક્સ મેસેજ દ્વારા બિભત્સ શબ્દોમાં મેસેજ કર્યા હતા.

દરમિયાન મેસેજમાં હું તારો ફ્રેન્ડ છું તારા ઘરે કોઈ ના હોય તો ફોન કરજે અને તું મને વોટ્સએપ બ્લોકમાંથી કાઢ સહિતના મેસેજનો વારંવાર મોકલતો હોય અગાઉ 1/4ના રોજ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી જેથી ફોન આવતા બંધ થઈ ગયા હોય. ગઈ તા. 15/4ના રોજ રાત્રીના વધુ એક નંબર પરથી મેસેજ આવતા ફરી ઓનલાઈન સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જણાવતા એ.એસ.આઈ. જે.કે. જાડેજા સહિતના સ્ટાફે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન