national savings certificate pm modi invested in this post office scheme
  • Home
  • Business
  • PM મોદી કરે છે આ સુરક્ષિત સ્કીમમાં રોકાણ, જાણો ફાયદા

PM મોદી કરે છે આ સુરક્ષિત સ્કીમમાં રોકાણ, જાણો ફાયદા

 | 7:29 pm IST
  • Share

  • PM મોદી કરે છે આ સુરક્ષિત સ્કીમમાં રોકાણ
  • તમે પણ જાણો પ્રોસેસ અને મળતા ફાયદા
  • પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે સારું રિટર્ન

જો તમે સુરક્ષિત રોકાણમાં વધારે ફાયદો મેળવવા ઈચ્છો છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ યોગ્ય છે. પીએમ મોદીએ પણ આ સ્કીમમાં રોકાણ કર્યું છે. આ સ્કીમમાં તમને સારું રિટર્ન મળી શકે છે. મળતી માહિતી અનુસાર તેઓએ NSCમાં 8 લાખ 43 હજાર 124 રૂપિયાનું રોકાણ કર્યું અને લાઈફ ઈન્શ્યોરન્સ માટે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું પ્રીમિયમ જમા કર્યું હતું.

કેવી રીતે કરશો રોકાણ

National Savings Certificateમાં પાંચ વર્ષનું મિનિમમ લોક ઈન પિરિયડ મળે છે. તેનો અર્થ એ છે કે રોકાણના 5 વર્ષ બાદ તમે તે રૂપિયા કાઢી શકો છો. NSCમાં 3 રીતે રોકાણ શક્ય છે.

સિંગલ ટાઈપ – આ રીતમાં તમે પોતાને માટે કે કોઈ સગીર માટે રોકાણ કરી શકો છો.
જોઈન્ટ એ ટાઈપ – તેમાં તમે 2 લોકો સાથે મળીને રોકાણ કરી શકો છો.
જોઈન્ટ બી ટાઈપ – તેમાં રોકાણ 2 લોકો કરે છે પણ મેચ્યોરિટીના રૂપિયા એક જ રોકાણકારને મળે છે.

કેટલું કરી શકાય છે રોકાણ

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં હાલમાં 6.8 ટકાનું વ્યાજ મળે છે. તેમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકી શકો છો અને 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ વધારે લિમિટ નથી.

ઈન્કમ ટેક્સમાં પણ મળશે છૂટ

જો તમે NSCમાં રોકાણ કરો છો તો તમને ઈન્કમ ટેક્સની કલમ 80 સીના આધારે દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં રાહત મળે છે. ટેક્સેબલ ઈન્કમ હોય તો કુલ આવકમાંથી રૂપિયા કાપી લેવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો