નવરાત્રિના નવ દિવસ માં દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિમાં શું ફર્ક છે જાણીએ વિગતે


તફાવત તથા ધાર્મિક મહત્વ

નવરાત્રિ હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શક્તિની ઉપાસનાનો મહાપર્વ છે. દર વર્ષે બે મુખ્ય નવરાત્રિઓ ઉજવવામાં આવે છે – ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ. ચૈત્ર નવરાત્રિ સામાન્ય રીતે માર્ચ–એપ્રિલ મહિનામાં આવે છે અને તેને વસંત ઋતુ સાથે જોડવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન લોકો નવા વર્ષના આરંભ સાથે શક્તિની આરાધના કરે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે અને આ સમયગાળા દરમિયાન રામનવમીનું પર્વ પણ ઉજવાય છે.

શારદીય નવરાત્રિ સપ્ટેમ્બર–ઓક્ટોબર મહિનામાં ઉજવાય

શારદીય નવરાત્રિ સપ્ટેમ્બર–ઓક્ટોબર મહિનામાં ઉજવાય છે, જે શરદ ઋતુમાં આવે છે. આ નવરાત્રિને સૌથી વિશેષ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન માતા દુર્ગાની નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પૂર્વ ભારતના રાજ્યોમાં આ સમયગાળામાં દુર્ગાપૂજાનો ભવ્ય ઉત્સવ પણ ઉજવાય છે.

બંને નવરાત્રિ ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને દેવી કૃપા પ્રાપ્ત કરાવનાર પર્વ

બંને નવરાત્રિઓમાં ઉપવાસ, જાગરણ, ભજન-કીર્તન અને માતાની આરાધનાથી ભક્તો શક્તિ, આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે. આમ, ચૈત્ર અને શારદીય બંને નવરાત્રિ ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને દેવી કૃપા પ્રાપ્ત કરાવનાર પર્વ છે.

બંને નવરાત્રિમાં તફાવત

સમય – ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં, શારદીય નવરાત્રિ શરદ ઋતુમાં આવે છે

મહત્વ – ચૈત્ર નવરાત્રિ સાધના અને આત્મશુદ્ધિ માટે, જ્યારે શારદીય નવરાત્રિ શક્તિ અને વિજયની આરાધના માટે.

લોકપ્રિયતા – શારદીય નવરાત્રિ વધુ ભવ્ય અને વ્યાપક સ્તરે ઉજવવામાં આવે છે.

બંને નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. આ એક પાવન અવસર છે જેમાં માતાની નવ દુર્ગાની પૂજા થાય છે. ચૈત્ર નવરાત્રિ જ્યાં સાધના, આત્મશુદ્ધિ અને નવા વર્ષના પ્રારંભનું પ્રતિક છે, ત્યાં શારદીય નવરાત્રિ શક્તિ, વિજય અને મહિષાસુર મર્દિની માતા દુર્ગાના યુદ્ધની યાદ અપાવે છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.) 

  • Follow us on: