અંકશાસ્ત્ર અનુસાર માતાની કઇ મૂળાંકના જાતકો પર કૃપા રહેશે જાણીએ વિગતે. નવરાત્રિના નવ દિવસ હોય છે અંકશાસ્ત્ર અનુસાર અંકો નવ છે. નવલી નવરાત્રિએ માતાની આરાધના થાય છે સાથે અંકશાસ્ત્ર અનુસાર માતાજીની સાધના કરવામાં આવે છે.


મૂળાંક 1 માં શૈલપુત્રી

મૂળાંક 1નો સંબંધ શૈલપુત્રી સાથે છે, જે દેવી દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે, પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મેલી, તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું. આ દેવી શક્તિ, નેતૃત્વ અને સ્થિરતાનું પ્રતીક છે 1 નંબર ધરાવતા જાતકો નેતા, આત્મનિર્ભર અને દૃઢ નિશ્ચયી હોય છે.

મૂળાંક 2 માતા બ્રહ્મચારિણી

મૂળાંક 2 માતા બ્રહ્મચારિણીનો અર્થ જ્ઞાન અને તપસ્યાની દેવી છે, જેમના ભક્તો વધુ તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચાર મેળવે છે, જેનાથી તેઓ જીવનના સંઘર્ષોમાં પણ પોતાના કર્તવ્ય માર્ગથી અવિચલિત રહે છે. માતા દુર્ગાનું આ બીજું સ્વરૂપ દરેક જગ્યાએ ભક્તોને સફળતા અને વિજય પ્રદાન કરે છે. 2 નંબર ધરાવતા જાતકો એકાગ્રતા, સ્થિરતા, બુદ્ધિ, વિવેક અને ધીરજ જેવા ગુણો ધરાવે છે

મૂળાંક 3 દેવી ચંદ્રઘંટા

૩ અંક વાળા લોકોએ દેવી ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ અને તેમને દૂધ આધારિત મીઠાઈઓ, ખીર અથવા મધ અર્પણ કરવું જોઈએ. દેવી ચંદ્રઘંટા તે શીતળતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.આ જાતકો મીત ભાષી અને ગુણોનો ભંડાર હોય

મૂળાંક 4 દેવી કુષ્માંડા

મૂળાંક 4 દેવી કુષ્માંડા સાથે સંકળાયેલ છે, જે દેવી દુર્ગાના ચોથું સ્વરૂપ છે, જેમને બ્રહ્માંડની સર્જક અને પાલનપોષણ કરનારી શક્તિ માનવામાં આવે છે. તેમણે પોતાના સૌમ્ય સ્મિતથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. આ જાતકો અડગ અને દૃઢ નિશ્ચયી હોય

મૂળાંક 5 દેવી સ્કંદમાતા

ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયને 'સ્કંદ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી માતા પાર્વતીને સ્કંદમાતા કહેવામાં આવે છે મૂળાંક 5ના દેવી સ્કંદમાતા છે. મૂળાંક 5ના જાતકો ભાવુક અને લાગણીશીલ હોય

મૂળાંક 6 દેવી કાત્યાયની

માતા કાત્યાયની દેવીની પૂજાથી સૌંદર્ય અને ધન સંપત્તિમાં વધારો થાય છે, મૂળાંક 6 પર માતા કાત્યાયની દેવી મહેરબાન હોય છે આ જાતકો આકર્ષક અને મિલનસાર હોય છે

મૂળાંક 7 દેવી કાળરાત્રિ

મૂળાંક 7 પર દેવી કાળરાત્રિની આશિષ હોય નવરાત્રિના સાતમા દિવસે માતાની પૂજા થાય આ મૂળાંકના જાતકો થોડા કઠોર અને મુશ્કેલીમા અડગ હોય

મૂળાંક 8 દેવી મહાગૌરી

મૂળાંક 8 પર દેવી મહાગોરીની કૃપા રહે, આ જાતકો શાંતિ અને પવિત્રતાના પ્રતિક હોય તેમનો સ્વભાવ ખુબજ શાંત અને સરળ હોય

મૂળાંક 9 સિદ્ધિદાત્રી દેવી

મૂળાંક 9 પર અલૌકીક શક્તિના દેવી સિદ્ધિદાત્રીના આશિષ હોય આ જાતકો સાહસી, પરાક્રમી અને બુદ્ધિમાન હોય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: