નવરાત્રિના નવ દિવસ ખુબજ ખાસ છે પ્રથમ નોરતે મા શૈલપુત્રી પર્વત રાજની પુત્રી, શક્તિનું સ્વરૂપ- લાલ જાસુદ અર્પણ કરવામાં આવે છે. બીજા નોરતે મા બ્રહ્મચારિણી તપશ્ચર્યા અને ભક્તિ કરનારા દેવી- સફેદ બ્રાહ્મી, સફેદ શેવંતીના ફૂલો ચડાવવામાં આવે છે. ત્રીજા નોરતે મા ચંદ્રઘન્ટા કપાળ પર અર્ધચંદ્ર ધારણ કરનારા- ગુલાબી કમળ અર્પણ કરવામાં આવે છે.

નવલા નોરતે નવ સ્વરૂપોની થાય પૂજા

ચોથા નોરતે મા કૂષ્માંડા પોતાના દૈવી સ્મિતથી બ્રહ્માંડના સર્જક-ચાંદની, અશોકના ફૂલ, સફેદ કમળની કળીઓ ધરવામાં આવે છે. પાંચમા નોરતે મા સ્કંદમાતા કાર્તિકેય (સ્કંદ)ના માતા- પીળા ગુલાબ અર્પણ કરવામાં આવે છે.

તમામ સ્વરૂપનું અનોખુ મહત્ત્વ

છઠ્ઠા નોરતે મા કાત્યાયની અસુર વિનાશિની- પીળા કરેણ, ગલગોટાના ફૂલ અર્પણ કરવામાં આવે છે. સાતમા નોરતે મા કાળરાત્રિ અંધકાર અને ભયનો નાશ કરનારા દેવી-લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે. આઠમા નોરતે મા મહાગૌરી પવિત્રતા, શાંતિ અને જ્ઞાનનું સ્વરૂપ-ચાંદની, સફેદ ફૂલ ચડાવવામાં આવે છે. નવમા નોરતે મા સિદ્ધિદાત્રી અલૌકિક શક્તિઓ પ્રદાન કરનારા દેવી-કમળના ફૂલ અર્પણ કરવામાં આવે છે.

આ સાથે ગુજરાત સહિત બંગાળમાં દુર્ગા પૂજાનો પ્રારંભ થાય છે

દુર્ગા પૂજા હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ઉત્સવોમાંનો એક છે, જે ભારતભરમાં વિશેષ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઓડિશા અને અન્ય રાજ્યોમાં. આ ઉત્સવ દેવી દુર્ગાના મહિષાસુર નામના અસુર પર વિજયનું પ્રતિક છે, સામાન્ય રીતે આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલે છે અને વિજયાદશમી અથવા દશેરા સાથે પૂર્ણ થાય છે.

દુર્ગા પૂજામાં સુંદર રીતે સજાવટ કરેલા પંડાલોમાં માતા દુર્ગાની મૂર્તિઓ સ્થાપિત કરી પૂજન કરવામાં આવે 

દુર્ગા પૂજામાં સુંદર રીતે સજાવટ કરેલા પંડાલોમાં માતા દુર્ગાની મૂર્તિઓ સ્થાપિત કરી પૂજન કરવામાં આવે છે, પરંપરાગત નૃત્યો, ધાર્મિક વિધિઓ, ભક્તિગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ભક્તો ઉપવાસ રાખે છે, પૂજા વિધિઓ કરે છે અને દેવી પાસેથી શક્તિ, સમૃદ્ધિ અને નકારાત્મકતા પરથી રક્ષણ માટે આશીર્વાદ માંગે છે. ધાર્મિક મહત્વ સિવાય, દુર્ગા પૂજા એક સાંસ્કૃતિક ઉજવણી પણ છે, જે પરિવાર અને સમાજને આનંદ અને ભક્તિમાં એક કરે છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: