navratree due to special guru yog will be of 8 days this year
  • Home
  • Astro
  • નવરાત્રિ પર ગ્રહો અને નક્ષત્રોનો ખાસ સંયોગ, ગુરૂ યોગમાં કરો નવદુર્ગાની સાધના

નવરાત્રિ પર ગ્રહો અને નક્ષત્રોનો ખાસ સંયોગ, ગુરૂ યોગમાં કરો નવદુર્ગાની સાધના

 | 2:43 pm IST
  • Share

  • શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે
  • આ વખતની નવરાત્રિ નવ દિવસની જગ્યાએ 8 દિવસની હશે
  • નવલી નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોનો શુભ સંયોગ રચાશે

નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચનાનો અનોખો અવસર નવરાત્રિ બસ હવે થોડા દિવસમાં આવી રહી છે. આ વખતની નવરાત્રિ નવ દિવસની જગ્યાએ 8 દિવસની હશે કેમકે એક તિથિનો ક્ષય હોવાથી ત્રીજુ અને ચોથુ નોરતુ સાથે મનાવાશે. 7 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી શારદીય નવરાત્રિ 14 ઓક્ટૉબરે સંપન્ન થશે.

આ વખતે નવલી નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોનો શુભ સંયોગ રચાઇ રહ્યો છે. નવરાત્રિના 4 દિવસ રવિયોગનો સંયોગ રહેશે, જેને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.

શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થાય છે અને ગુરુવાર 14 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે.નવરાત્રિમાં 9 દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં ઉપવાસ કરીને અને માતાની પૂજા કરીવાથી ભક્તોની તકલીફો દૂર થાય છે.

આ વર્ષે શારદીય નવરાત્રિ ગુરૂવારથી શરૂ થશે અને ગુરૂવારે સમાપ્ત થશે. એક તિથિના ક્ષયને કારણે આ વખતે નવરાત્રિ આઠ દિવસની રહેશે. જેના કારણે આ વખતે ‘ગુરૂ’ નો વિશેષ યોગ રચવામાં આવી રહ્યો છે.

ગુરુનો વિશેષ યોગ શું છે?

ગુરૂનો વિશેષ યોગ અને ગુરૂને તમામ દેવોના ગુરુ માનવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે નવરાત્રિનો પ્રારંભ અને અંત શુભ માનવામાં આવે છે. આવો સંયોગ વર્ષમાં એક વખત બને છે. 6 ઓક્ટોબર બુધવારે સાંજે 4:34 વાગ્યાથી અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા શરૂ થઈ રહી છે. જે ગુરુવારે બપોરે 1:46 સુધી રહેશે. આ દિવસે સવારે ઘટસ્થાપન કરવામાં આવશે અને માતાની પૂજા કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો